અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીના તળિયા દેખાતા ખેડૂતો સહીત જિલ્લા વાસીઓ ચિંતાતુર બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-10 16:05:56
  • Views : 82
  • Modified Date : 2024-03-10 16:05:56

અરવલ્લી જિલ્લામાં જિલ્લાની જીવાદોરી સમાન મુખ્યત્વે માઝુમ , મેશ્વો , વાત્રક ,વૈડી અને લાંક એમ છ જળાશયો આવેલા છે.ઉનાળો હવે શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં આ જળાશયોમાં સતત ઘટતો પાણીનો જથ્થો જિલ્લાવાસીઓ માટે ચિંતાનું કારણ બન્યો છે. ખાસ કરીને જિલ્લાના માઝુમ , મેશ્વો અને વાત્રક જળાશયો માંથી જુદી જુદી પાણી પુરવઠા યોજનાઓ હેઠળ જિલ્લાના ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે બીજી તરફ શિયાળુ પાક માટે પણ આ ડેમો માંથી પાંચ થી છ વખત પાણી પિયત આપવામાં આવ્યું છે તેવા સંજોગોમાં હાલ ડેમોમાં પાણીની સ્થિતિ જોતા ખેડૂતોની આવનાર ઉનાળુ ખેતી અને ઘાસચારા માટે પાણી ને લઇ ચિંતા વધી છે.ઉનાળાની શરૂઆતમાં જિલ્લાના મોડાસાના માજમ જળાશયમાં ૨૬ ટકા, શામળાજી મેશ્વો જળાશયમાં ૨૫ ટકા , બાયડ વાત્રક જળાશયમાં ૩૯ ટકા પાણીનો જથ્થો છે તેવા સંજોગોમાં આવનારો ઉનાળો જિલ્લાવાસીઓ માટે આકરો જાય તેવું હાલ જોવા મળી રહ્યું છે જોકે તંત્ર દ્વારા પીવાના પાણી માટે આગોતરું આયોજન કરવામાં આવતા પીવાના પાણી માટે સમસ્યા નહિ સર્જાય પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પિયત પાણી નહિ મળવાના કારણે ખેડૂતો માટે સમસ્યા સર્જાય તેવું દેખાઈ રહ્યું છે. આ બાબતે ખેડૂત દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ ઓછો હોવાના કારણે માર્ચ મહિનામાં પણ પાણીની સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઉનાળામાં ખેતી તેમજ પીવા માટે પાણીની સમસ્યા સર્જાય તેમ  છે. ત્યારે મારી સરકારને વિનંતી છે કે જો નર્મદાનું પાણી પાઈપ લાઈન મારફતે ડેમમાં નાંખવામાં આવે તો તેનાથી ઉનાળુ ખેતીને પણ લાભ મળે તેમજ પીવાના પાણીની સમસ્યા પણ હલ થાય તેમ છે. આ બાબતે સિંચાઈ અધિકારી નીરવભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલના તબક્કાની પાણીના જથ્થાની ત્રણેય જળાશયોમાં જે પરિસ્થિતિ છે. પાણી પીવાનાં જથ્થાની જે જરૂરિયાત છે.  જુલાઈ મહિનાથી એ પ્રમાણે ઉનાળો પૂર્ણ થઈ જાય અને જુલાઈ મહિનો એન્ડ થાય ત્યાં સુધી ત્રણેય જળાશયોમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહી. ઉનાળાનાં સિંચાઈની વાત કરીએ તો વાત્રક જળાશય યોજનામાં જે તે સમયે જરુરીયાત ઉભી થશે. અને પાણીની જે રીતે પરિસ્થિતિ હશે તે મુજબ નિર્ણય લેવામાં આવશે. 

Download Our B K News Today App



Related News