ડીસા તાલુકાના તાલેપુરા ધનપુરા થેરવાડા ઘાડા આગડોલ કોઠા મેડા અને સોડાપુરા ગામના લોકોએ બિનઅધિકૃત રીતે ભરી ચાલતી ટ્રકોના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-07 11:57:30
  • Views : 258
  • Modified Date : 2022-07-07 11:57:30

 

ડીસા તાલુકામાં આવેલી બનાસ નદીમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને ચાલતા ટ્રકો સામે કડક કાર્યવાહી કરવા તાલેપુરા ધનપુરા થેરવાડા ઘાડા આગડોલ કોઠા, મેડા અને સોડાપુરા ગામના લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

 

ડીસા તાલુકાના તાલેપુરા ધનપુરા થેરવાડા ઘાડા આગડોલ કોઠા મેડા અને સોડાપુરા ગામના સ્થાનિક લોકોએ આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી માંગણી કરી હતી કે ડીસાની બનાસ નદીમાં ભડથ મુકામે લીજ આપવામાં આવેલી છે પરંતુ ભરત પંચાયત તેની રોયલ્ટી લે છે પણ બનાસ નદીમાંથી જે ગાડીઓ લીધી ભરીને જાય છે તે અલગ રોડ પરથી જાય છે જે ગાડીઓ ગામમાંથી નીકળીને બેફામ રીતે અવાર-જવર કરતી હોય છે જેના કારણે અનેક વાર નાના-મોટા અકસ્માતો પણ સર્જાયા છે બીજી તરફ ગામમાં સરકારી પ્રાથમિક શાળાઓ પણ આવેલી છે જેના કારણે આ રસ્તા ઉપર થી રોજેરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અવાર-જવર કરતા હોય છે ત્યારે આવા સમયે ટ્રક ચાલકો બેફામ રીતે ટ્રક ચલાવતા હોય છે ત્યારે આવા સમયે જો કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા આવા ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગામ લોકોએ માંગણી કરી હતી અને જો આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા આ ટ્રકોને રોકવામાં નહીં આવે તો ન છૂટકે ગ્રામજનોએ આત્મવિલોપન કરવું પડશે અને તેની તમામ જવાબદારી વહીવટી તંત્રની રહેશે આ બાબતે ગ્રામજનો દ્વારા તમામ લાગતા વળગતા અધિકારીઓને આવેદનપત્ર આપી તાત્કાલિક નિરાકરણ માટે માંગ કરી હતી પરંતુ હજુ સુધી કોઈ જ માંગ પૂરી ન કરવામાં આવતા આજે જિલ્લા કલેકટરને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News