ડીસાના નેશનલ હાઇવેના સર્વિસ રોડ પરનું નાળુ બંધ થતાં ગટરના પાણી હાઈવે પર ફરી વળ્યાં હતા જેના કારણે પ્રજાપતિ નગર સહિતની 10 થી વધુ સોસાયટીના રહીશો પરેશાન થયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-29 11:50:28
  • Views : 233
  • Modified Date : 2021-10-29 11:50:28

ડીસાના નેશનલ હાઇવેના સર્વિસ રોડ પરનું નાળુ બંધ થતાં ગટરના પાણી હાઈવે પર ફરી વળ્યાં હતા જેના કારણે પ્રજાપતિ નગર સહિતની 10 થી વધુ સોસાયટીના રહીશો પરેશાન થયા હતા  

 

- સામાજીક કાર્યકર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને ધારાસભ્ય સહિત ને લેખિત રજૂઆત કરાઈ

 

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઓવરબ્રિજ ની કામગીરી દરમિયાન આસપાસ ની સોસાયટી ના ગટર ના પાણીના નિકાલ નું નાળુ બંધ કરી દેતા પાણી હાઇવે પર ભરાઈ જતાં મસમોટા ખાડા પડી ગયા છે. જેથી ડીસામાં નેશનલ હાઇવે ઓથોરીટી ની બેદરકારી નો ભોગ ડીસા હાઇવે પરની 10 થી વધુ સોસાયટીના રહીશો બની રહ્યાં છે.ડીસા-પાલનપુર હાઈવે પર આવેલ એપીએમસી સામેની પ્રજાપતિ નગર, ધરતી રેસીડેન્સી, હર્ષ પાર્ક, ક્રિષ્ના રો હાઉસ, જોખમ નગર, શાંતિ નગર અને સુખદેવ નગર સહિતની 10 થી વધુ સોસાયટીના પાણીના નિકાલ માટે હાઈવે પર નાળુ બનાવેલ હતું પરંતુ ડીસામાં ઓવરબ્રિજ ની કામગીરી દરમિયાન નાળુ બંધ કરી દેતાં ગટરનું ગંદુ પાણી હાઈવે પર ફરી વળતાં મસમોટા ખાડા પડી ગયા છે. જેથી સ્થાનિક સોસાયટીના રહીશો, રાહદારીઓ અને વાહન ચાલકો ને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જેથી ડીસાની શ્રી નગર સોસાયટીમાં રહેતાં અને સામાજીક કાર્યકર પ્રભાત દેસાઈ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ડીસા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણા સમયથી ગટરનું પાણી ભરાઈને પડ્યું રહેતાં અસહ્ય દુર્ગંધ અને મચ્છર નો ઉપદ્રવ વધી જતાં રોગચાળાની ભિતી સેવાઈ રહી છે. નેશનલ હાઈવે ના સર્વિસ રોડ પર ભરાતા પાણીથી મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેથી અજાણ્યા નાના વાહન ચાલકો ખાડામાં પડવાથી નાની મોટી ઈજાઓ થાય છે. આથી ઝડપથી સમસ્યા હલ કરવી જોઈએ તેમ સામાજીક કાર્યકર પ્રભાતભાઇ દેસાઈ એ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News