ડીસાની મધુવન સોસાયટીના રહીશોએ વિવિધ પ્રાથમિક પ્રશ્નોને લઈ ડીસા પાલિકા ચીફ ઓફિસરને કરી રજુઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-06 11:38:18
  • Views : 219
  • Modified Date : 2022-07-06 11:38:18


ડીસા શહેરમાં આવેલ મધુવન સોસાયટીના સ્થાનિક લોકો છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ, ગટર લાઈન, વરસાદી પાણી તેમજ પીવાના પાણીને લઈ ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.ત્યારે બાબતે આજે તાત્કાલિક સમસ્યાના નિકાલ માટે ડીસા પાલિકા ચીફ ઓફિસરને રજુવાત કરવામાં આવી હતી..

ડીસા નગરપાલિકામાં આજે જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે. ત્યારથી ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ખાસ કરીને ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા પાલિકા નું સુકાન સંભાળતા ની સાથે ડીસા શહેરના તમામ વિસ્તારોમાં વિકાસને વેગ આપ્યો છે પરંતુ આજે પણ ડીસા શહેરના એવા અનેક વિસ્તારો છે કે જ્યાં સ્થાનિક લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે આમ તો દરેક શહેરનો વિકાસ તેના શહેરમાં થયેલા કામોને આધારિત હોય છે ત્યારે ડીસા શહેરમાં આજે પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકો લાઈટ ગટર લાઈન વરસાદી પાણી તથા પીવાના પાણીની સમસ્યાને લઇ ભારે હાલાકી ભોગવી રહ્યા છે વાત કરવામાં આવે તો ડીસા શહેરના મધુવન સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ ગટર લાઈન વરસાદી પાણી તથા પીવાના પાણીના પ્રશ્નને લઈ આજે ડીસા નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ડીસા ચીફ ઓફિસરને તાત્કાલિક વિસ્તારની સમસ્યાના નિકાલ લાવવા માટે રજૂઆત કરી હતી ખાસ કરીને મધુવન સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ વગર છેલ્લા ઘણા સમયથી વિસ્તારના સ્થાનિક લોકો ઉચ્ચકક્ષા સુધી ફરિયાદો કરી છે તો બીજી તરફ હાલમાં રાત્રિના સમયે વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો હોવાના કારણે અંધારપટ છવાયેલો જોવા મળે છે જેના કારણે વિસ્તારમાં રાત્રિના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલ ભરી બની છે. હાલમાં વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો પણ સૌથી મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે ત્યારે તમામ બાબતોને ધ્યાને લઈ આજે સ્થાનિક લોકો ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી ને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક સમસ્યાનો નિકાલ આવે તે માટે રજૂઆત કરી હતી


Download Our B K News Today App



Related News