વડોદરાના દંતેશ્વરમાં દર્શનમ એન્ટીકાના રહીશો દ્વારા બેનરો લગાવી ખુલ્લી કાંસનો વિરોધ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-31 14:56:10
  • Views : 421
  • Modified Date : 2025-03-31 14:56:10

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં 777 મકાનો ધરાવતી સોસાયટીના રહીશોએ બેનરો લગાવી ફરી એક વખત વિરોધ પ્રદર્શન કર્યું છે. સોસાયટી નજીકમાંથી પસાર થતી રૂપારેલ વરસાદી ખુલ્લી કાંસના ગટરના પાણીની દુર્ગંધ, ગંદકી સાથે મચ્છરોનો ઉપદ્રવ અને ચોમાસામાં સોસાયટીમાં ભરાતાં પાણીથી પરેશાન લોકોએ કાયમી ઉકેલની માગ સાથે આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે.

શહેરના દંતેશ્વર વિસ્તારમાં એન્ટીકા સોસાયટીમાં 3 હજારથી વધુ લોકો રહે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી રહેતા લોકો નજીકમાંથી પસાર થતી ખુલ્લી કાંસમાં વહેતા ગટરના પાણીની દુર્ગંધથી પરેશાન છે. અગાઉ પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો. હવે આ વિસ્તારનો વિકાસ ક્યારે? તેવા બેનરો લગાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે. સ્થાનિકોની માંગણી છે કે, કાંસની સફાઈ સાથે ખુલ્લી કાંસ બંધ કરી કાંસમાં દૂષિત પાણી ઠાલવવાનું બંધ કરવું જોઈએ. આ દરમ્યાન સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા લઈને પણ મહિલાઓએ કોર્પોરેશન સામે આક્રોશ દર્શાવ્યો છે

Download Our B K News Today App



Related News