રાજકોટમાં રેશ્મા પટેલનો ઉપવાસ આંદોલનનો પાંચમો દિવસ, તબિયત વધુ લથડતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-14 13:17:47
  • Views : 184
  • Modified Date : 2021-05-14 13:17:47

    રાજકોટમાં NCPના કાર્યાલય ખાતે છેલ્લા 5 દિવસથી આંદોલનમાં બેઠેલી રેશ્મા પટેલની આજે તબિયત વધુ લથડતાં 108ની ટીમ NCP કાર્યાલય પહોંચી સારવાર હાથ ધરી હતી. ઓક્સિજન લેવલ, શુગર સહિતના પ્રશ્નો ઊભા થતાં રેશ્મા પટેલને HCG ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી પણ રાજકોટ દોડી આવ્યા છે અને રેશ્મા પટેલની તબિયત સારી થાય તેવી પ્રાર્થના કરી હતી. જયંત બોસ્કીએ જણાવ્યું હતું કે સરકાર લોખંડી છે અને કાટ ચડેલી પણ છે.

    ગઇકાલે તબિયત ખરાબ હોવા છતાં પણ રેશ્મા પટેલ અને કાર્યકરોએ થાળી-વેલણ વગાડી રૂપાણી સરકારનો વિરોધ કર્યો હતો. રેશ્મા પટેલે આક્રોશ ઠાલવી જણાવ્યું હતું કે મને કંઈ પણ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે. જો અમારી માગણી નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને દરરોજ આમ જ રસ્તા પર બેસી વિરોધ કરીશું. જે અમને રોકશે એ અમારા ઝપટે ચડી જશે. સરકારની તાનાશાહી ચાલે છે. જ્યાં સુધી કોરોનાના દર્દીઓના લાભાર્થે સરકાર લખી નહીં આપે ત્યાં સુધી ઉપવાસ શરૂ રાખવામાં આવશે.

    રેશ્મા પટેલે જણાવ્યું હતું કે ખાસ કરીને કોરોના દર્દીઓની હાલાકી બંધ થાય, જે શહેર લેવલની હોય કે પછી ગામડા લેવલની, આથી ગામડે ગામડે કોવિડ સેન્ટર ઊભું કરી દ્યો. અમને જવાબદાર અધિકારીઓના નંબર જાહેર કરી દેવામાં આવે, જેનાથી આપણું ગુજરાત કોરોનામુક્ત થઇ શકે. આ પત્ર મેં મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો હતો, પરંતુ હજી સુધી કોઇ જવાબ આવ્યો નથી. જવાબ ન મળતાં મેં આમરણાંત ઉપવાસ શરૂ રાખીશ.કાળાં વસ્ત્રો ધારણ કરવાના કારણ અંગે રેશ્મા પટેલે જણાવ્યું હતું કે વિજય રૂપાણીની ભાજપ સરકાર માત્ર ને માત્ર વાતો અને તાયફાઓ કરે છે. ધમણની વાતો કરી તો ક્યાં ગયા ધમણ. એક કરોડ દવા સંગ્રહી રાખી છે એ ક્યાં ગઇ. ઓક્સિજનને લીધે કોઇ મર્યું નથી તેવું કહે છે. કાળાા બજારિયાઓ બેફામ ફરી રહ્યા છે છતાં સરકાર કંઇ કરી શકતી નથી. હવે તો વેક્સિનનાં પણ કાળાં બજાર શરૂ થઇ ગયાં છે. એની પાછળ એકમાત્ર સરકાર જવાબદાર છે. દરેક નેતાએ બહાર આવવાની જરૂર છે.


Download Our B K News Today App



Related News