અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં રેશનીંગનો જથ્થો મેળવવા લોકોએ હોબાળો મચાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-02 16:45:27
  • Views : 427
  • Modified Date : 2020-04-02 16:45:27

અમીરગઢ તાલુકાના  ગ્રામીણ વિસ્તારોમાં રેશનીંગનો જથ્થો મેળવવા લોકોએ હોબાળો મચાવ્યો

હાલમાં કોરોનાની મહામારીને લઈને સમગ્ર દેશ લોકડાઉન છે ત્યારે સરકાર દ્વારા રેશનીંગ કાર્ડ ધારકોને અનાજનો જથ્થો નિઃશુલ્ક આપવાનુ  શરૂ કરવામાં આવતા સસ્તા અનાજની દુકાનો આગળ મોટા પ્રમાણમાં લોકો એકઠા થયેલા જોવા મળ્યા હતા. ત્યારે અમીરગઢ તાલુકા અમુક ગામડાઓમાં લોકોને પુરવઠો લેવા જતા સંચાલકોએ એમના રેશનકાર્ડ બંધ હોવાનું જણાવતા લોકો મુંઝવણમાં મુકાયા હતા અને મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે  ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જે લોકો પાસે રેશનકાર્ડ છે તેવા લોકોને અનાજ મળશે. ત્યારે સંચાલકો દ્વારા કાર્ડ બંધ છે અને પુરવઠો નહી મળે તેવુ જણાવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એક બાજુ કોરોનાને લઈને સમગ્ર દેશ લોકડાઉન છે. ત્યારે મધ્યમવર્ગના લોકોની મુશ્કેલીનો પાર નથી. ત્યારે સરકાર દ્વારા રાહત આપવા માટે નિઃશુલ્ક અનાજના વિતરણની વ્યવસ્થા કરવા છતાં અનાજ ના મળતા લોકો કેમેરા સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. તો આ ગંભીર બાબતે સરકાર કોઈ નિર્ણય લઈ તમામ લોકોને પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરે તે જરૂરી છે.


Download Our B K News Today App



Related News