રાજપથ પર નીકળી વિવિધ રાજ્યોની ઝાંખી, વિશ્વએ જોઈ આપણી ટી-90 ભીષ્મ ટેન્ક; થોડીવારમાં રાફેલ ગર્જના કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-26 11:27:38
  • Views : 238
  • Modified Date : 2021-01-26 11:27:38

    દેશ 72મો રિપબ્લિક ડે મનાવી રહ્યો છે. રાજપથ પર રિપબ્લિક ડેની પરેડ પણ શરૂ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજપથ પર હાજર છે. આ વખતે બાંગ્લાદેશની ટુકડી પ્રથમ વખત ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લઈ રહી છે. કોરોનાને કારણે આ વખતે પરેડની પદ્ધતિ બદલાઈ છે. 55 વર્ષમાં પ્રથમ વખત એવું થઈ રહ્યું કે જ્યારે રિપબ્લિક ડે પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ હાજર નથી. આ પહેલાં ભારતમાં 1952, 1953 અને 1966માં પણ ગણતંત્ર દિવસની પરેડમાં કોઈ ચીફ ગેસ્ટ સામેલ થયા ન હતા.

    રાજપથ પર ઝાંખીઓમાં સૌથી પહેલી ઝાંખી કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની છે. - આ સિવાય ઉતરપ્રદેશની ઝાંખી પણ ખાસ હતી. તેમાં રામ મંદિરની ઝલક પણ બતાવવામાં આવી છે.આ સિવાય ઉતરપ્રદેશની ઝાંખી પણ ખાસ હતી. તેમાં રામ મંદિરની ઝલક પણ બતાવવામાં આવી છે.​​​​​​​રાજપથ પર પેરામિલિટ્રી અને અન્ય સહાયક દળોની પરેડ પર નીકળી. આ દરમિયાન તટરક્ષક દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ, દિલ્હી પોલીસની બેન્ડ, ભારત-તિબેટ સીમા પોલીસના બેન્ડ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાનોએ પોતાની તાકાત દેખાડી.રાજ્યો પછી કેન્દ્રીય મંત્રાલાયોની ઝાંખીનો નંબર છે. આઈટી મંત્રાલય ઝાંખીમાં રાષ્ટ્રની પ્રગતિ માટે ડિજિટલ ઈન્ડિયા-આત્મનિર્ભર ભારતની થીમ દર્શાવવામાં આવી. ઝાંખીમાં AI રોબોટનું 3D મોડલ દર્શાવવામાં આવ્યું છે. જે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમ દ્વારા માર્ગદર્શિત ડિજિટલ ક્રાંતિને દર્શાવે છે.

    72મા ગણતંત્ર દિવસની પરેડનું એક મુખ્ય આકર્ષણ બાંગ્લાદેશની સૈનિક ટુકડી રહી. એનું નેતૃત્વ લેફ્ટનન્ટ કર્નલ મોહમ્મદ શમૂર શાબાને કર્યું. બાંગ્લાદેશની કોઈ સૈનિક ટુકડીએ પ્રથમ વખત આપણા ગણતંત્ર દિવસ સમારંભમાં ભાગ લીધો છે. આ ટુકડીમાં કુલ 122 જવાન સામેલ છે.રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડમાં સામેલ ભારતીય સેનાની ટેન્ક ટી-90. તેને સેનામાં ભીષ્મના નામથી ઓળખવામાં આવે છે.આ વખતે પરેડનું નેતૃત્વ લેફ્ટિનન્ટ જનરલ વિજય કુમાર મિશ્રા કરી રહ્યાં છે. તેઓ પરેડ કમાન્ડર છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.

    રિપબ્લિક ડે પરેડમાં પ્રથમ વખત સેન્ટ્રલ બાયોટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ(DBT)નાં ટેબ્લો સામેલ થઈ રહ્યાં છે. તેમાં ડિપાર્ટમેન્ટ તરફથી કોરોના વેક્સિન વિશે જણાવવામાં આવશે.

Download Our B K News Today App



Related News