અમીરગઢના અજાપુરા મોટા ગામે સંચાલક ઓછું અનાજ આપતા કલેકટરને રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-13 11:04:44
  • Views : 255
  • Modified Date : 2022-07-13 11:04:44

 

અમીરગઢ તાલુકાના અજાપુરા મોટા ગામના ગ્રામજનો સોમવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે અમારા ગામના પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક દ્વારા ગામના લોકોને ઓછું અનાજ આપવામાં આવે છે સંચાલકને રજૂઆત કરવા છતાં સંચાલક પોતાની મનમાની કરી છે જેને લઇ ન છૂટકે આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા મજબૂર બન્યા છીએ આ બાબતે ગામના આગેવાનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,  અમીરગઢના સુરેલા ગામે સસ્તી અનાજની દુકાન આવેલી છે જે સંચાલક દ્વારા રેશનકાર્ડ ધારકોને અનાજની પાવતી આપવામાં આવતી નથી તેમજ કયા ધારકને કેટલું અનાજ મળે તેનું પણ કહેવામાં આવતું નથી વ્યક્તિદીઠ એક કિલો અનાજ આપે છે જેમાં 20 કિલોના સામે માત્ર પાંચ કિલો ઘઉં આપે છે જ્યારે 12 કિલો ચોખાના સામે માત્ર ત્રણ કિલો ચોખા આપે છે જો કે સરકાર દ્વારા આપવામાં આવતી ડાળ આપવામાં આવતી નથી તેમજ કોરોના કપરા સમયમાં સરકારે મફતમાં અનાજ આપવાનું કહ્યું હતું ત્યારે પણ આ સંચાલક દ્વારા પણ રૂપિયા લઈને  ગ્રાહકોને અનાજ આપ્યું હતું.

 

Download Our B K News Today App



Related News