બનાસકાંઠા જિલ્લામાં બોગસ અને નકલી તબીબો પર ચાલી રહેલી કાર્યવાહી સામે મુખ્યમંત્રીને રજુઆત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-10 11:30:52
  • Views : 377
  • Modified Date : 2021-06-10 11:30:52

     બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમયથી ડિગ્રી વગરના ડોકટરોની જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની પ્રજાને ભોળવી ડિગ્રી વગરના ડોકટરો દર્દીઓની સારવાર કરતા હોય છે. બાબતે અનેક વાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જે બાદ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક વિસ્તારોમાંથી ડીગ્રી વગરના ડોક્ટરો ઝડપી પાડયા છે અને તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ત્યારે હજુ પણ બનાસકાંઠા જિલ્લા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાસ આદિવાસી વિસ્તારોમાં તપાસ કરવામાં આવે તો હજુ પણ મોટા પ્રમાણમાં ડિગ્રી વગરના ડોકટરો મળી શકે તેમ છે.

 

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી નકલી અને બોગસ તબીબો સામે પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહીની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને અત્યાર સુધી સુઈગામ,, વાવ ,ડીસા ,ભાભર ,ધાનેરા સહિત તમામ તાલુકાઓ માં અંતરિયાળ વિસ્તારોમાં કોઈપણ પ્રમાણપત્ર કે ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટિસ કરતા 15 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડી તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છેતેમની પાસેથી ઇન્જેક્શન અને પ્રતિબંધિત દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

 

     છેલ્લા એક અઠવાડિયાથી બનાસકાંઠા જિલ્લામાં ડિગ્રી વગરના ડોકટરોની સામે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી સામે લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવેએ સવાલ ઉઠાવ્યા છે આવા તબીબોની વ્હારે  આવેલા મહેશભાઈ દવે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખી રજુઆત કરી છે કે આવા તબીબો કોરોના મહામારી ના બીજા તબક્કા માં સરકાર અને લોકો માટે આશીર્વાદરૂપ બન્યા હતાજ્યારે સરકાર દર્દીઓને હોસ્પિટલમાં ખાટલો આપવામાં પણ નિષ્ફળ ગઇ હતી તેવા સમયે તબીબોએ દર્દીઓની સારવાર કરી તેમનું જીવન બચવ્યું હતું માટે આવા તત્વો સામે કાર્યવાહી કરવા માટેની તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

Download Our B K News Today App



Related News