રાજકોટ શહેરના સતત સાતમાં દિવસે કરોનોના તમામ રિપોર્ટ નેગેટિવ, 10 સેમ્પલ લેવાયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-06 17:49:37
  • Views : 365
  • Modified Date : 2020-04-06 17:49:37

રાજકોટમાં આજે સતત સાતમાં દિવસે શહેરના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. શહેરના 10માંથી10 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 251 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરના 177માંથી 9 પોઝિટિવ અને 168 નેગેટિવ. રાજકોટ ગ્રામ્યમાં 44માંથી 43 નેગેટિવ અને 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજકોટમાં 93 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ છે જ્યારે 1593લોકો ઓબ્ઝર્વેશન બહાર છે.પોલીસે ઘોડેસવારી કરી પેટ્રોલીંગ કર્યુંભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલેશ્વરમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી ડીસીપી ઝોન-1  રવિ મોહન સૈની તથા એસીપી રાઠોડની રાહબરીમાં ઘોડેસવાર પોલીસ મારફતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને લાઉડસ્પીકરથી ઘરોમાં જ રહેવા માટે સૂચના આપવામાં આવી હતી.કલેક્ટર કચેરીએ મહિલાઓનું ટોળુ ઉમટ્યુંરાજકોટમાં યોગ્ય જમવાનું ન મળતું હોવાના આક્ષેપ સાથે મહિલાનું ટોળુ કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું. હાલ લોકડાઉન ચાલુ હોય મહિલાઓએ 144નો ભંગ કર્યો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, સુવિધા મળતી નથી, બધુ બંધ છે, દવા લેવી હોય તો રૂપિયા નથી. કામ-ધંધા બંધ થઇ ગયા છે. બધા એમ કહે છે કે સુરત અને મુંબઇમાં દીધું પરંતુ રાજકોટની પ્રજાને કંઇ દીધું નથી.સાવરકુંડલામાં  પોલીસ સાથે માથાકૂટ કરનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો સાવરકુંડલાની પઠાણફળીમાં પોલીસ સાથે માથાકૂટ કરનાર બે શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. ફરજમાં રૂકાવટ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત ગુનો નોંધાયો છે. લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 23 લોકો વિરૂદ્ધ  ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયામાં પોલીસ વિરૂદ્ધની ગેરમાર્ગે દોરવા માટે ખોટી પોસ્ટ  વાઇરલ કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે. પોલીસે એલગ એલગ ગુનાઓ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News