ડીસામાં ઘર વિહોણા પરિવારોને આશ્રય આપી રહ્યું છે રેન બસેરા : જુઓ બીકેન્યૂઝ ટુડેનો વિશેષ અહેવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-23 12:20:04
  • Views : 297
  • Modified Date : 2021-11-23 12:20:04

ડીસામાં જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા ઘર વિહોણા પરિવારોને આશ્રય મળી રહે તે માટે સ્થાનિક પાલિકા દ્વારા તૈયાર કરવામાં આએલા રેન બસેરામાં આશ્રય આપવામાં આવી રહ્યો છે. ડીસામાં અત્યારસુધીમાં એવા પરિવારો આશ્રય મેળવી ચૂક્યા છે કે ઠંડી અને વરસાદમાં પરિવારોને હેરાન થવું પડતું હતું.

 

ધરતીનો છેડો ઘર માનવામાં આવે છે.. ઘરમાં પહોંચ્યા બાદ વ્યક્તિને આત્મસંતોષ થતો હોય છે.. પરંતુ ઘર દરેકના નસીબમાં હોતું નથી... ભારતમાં એવા ઘણા લોકો છે કે જેમના માટે ઘર એટ્લે ઉપર આકાશ અને નીચે ધરતી... આવા ઘર વિહોણા પરિવારો ઠંડી હોય કે ગરમી.. કે પછી વરસતો વરસાદ... હંમેશા ખુલ્લા આકાશ નીચે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જીવન વિતાવતા હોય છે. આવા પરિવારોને આશ્રય મળી શકે તે માટે સરકાર દ્વારા રેન બસેરા શરૂ કરવામાં આવ્યા છે. ડીસા શહેરમાં લાઠી બજાર વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા રેન બસેરામાં ૧૫૦ કરતાં પણ વધુ લોકોને આશ્રય આપવા માટેની સુવિધા તૈયાર કરવામાં આવી છે.. એકદમ આરામદાયક સુવિધા ધરાવતા રેન બસેરામાં સિનિયર સિટીજનો અને બાળકો માટે જમવાની પણ સુવિધા કરવામાં આવી છે.. જે પરિવારો પાસે પોતાના ઘર નથી અને રહેવા માટે કોઈ મકાન નથી તેવા પરિવારોને અહી આશ્રય આપવામાં આવી રહ્યો છે.

 

ડીસામાં રેન બસેરાની શરૂઆત થયા બાદ હવે ઘર વિહોણા પરિવારોને રહેવા માટે છત નસીબ થઈ શકી છે.. રેન બસેરાનું સંચાલન કરતાં સંચાલકો પણ ડીસામાં રહેતા ઘર વિહોણા પરિવારોને અપીલ કરી રહ્યા છે.. લાઠી બજાર વિસ્તારમાં તૈયાર થયેલા અત્યાધુનિક રેન બસેરાનો નિશુલ્ક લાભ લે.

Download Our B K News Today App



Related News