ગુજરાતમાં સૌ પ્રથમવાર પાલનપુરમાં ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો શુભારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 11:13:57
  • Views : 275
  • Modified Date : 2021-04-01 11:13:57

વિકાસ કરી રહેલા ગુજરાતની યશકલગીમાં  વધુ એક મોર પીછું ઉમેરાયું છે. જેમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર ડેડિકેટેડ ફ્રન્ટ કોરિડોર રેલવે ટ્રેકનો શુભારંભ ન્યુ પાલનપુર અને અજમેરના મંડાર સુધીના ૩૩૫ કિ.મી. રેલવે ટ્રેકનું સફળ પરીક્ષણ કરાયું છે.  ડીએફસીસી  ન્યુ રેવાડીથી - દાદરી વચ્ચેનો ૬૪૨ કિ.મી. ટ્રેક આવતા માર્ચ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ  થવાની શકયતા છે.  બુધવારે પાલનપુર ખાતે શુભારંભ કરાયેલ રેલવે ટ્રેક
પર ટ્રેન ૭૫ થી ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. જેનાથી વેપારીઓ ઝડપથી પોતાનો સમાન મળી શકશે. ડીએફસીસી ટ્રેક પર બે સ્ટેશનો વચ્ચેનું અંતર ૪૦ કિલોમીટરનું છે. જ્યાં સાદી માલવાહક ટ્રેનના સ્ટોપેજના અંતર ૫ થી ૭ કિલોમીટરે આવે છે સમગ્ર ડીએફસીસી રૂટ સંપૂર્ણ ઇલેક્ટ્રિક સિસ્ટમથી બનાવાયો છે. અગાઉ જુના ટ્રેક પર ટ્રેનની લંબાઈ માત્ર ૭૫૦ મીટર હતી જે નવા ડીએફસીસી રેલવે ટ્રેક પર માલગાડીની લંબાઈ ૧.૫ કિમી અને ડબલ ડેકર છે. ડી.એફ.સી દ્વારા ૩૫૩ કિ.મી.નો આ રૂટ બનાવવામાં આવ્યો છે જેની વચ્ચે ૧૨ સ્ટેશને આવેલ છે. અને આ સ્ટેશન પર ૧૨ પુલોનું નવનિર્માણ કરવામાં આવ્યું છે.  ત્યારે ચોકકસથી કહી શકાય છે કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાવેલ ડેડીકેટેડ ફ્રેડ કોરિડોર ડી.એફ.સી.ના નિર્માણથી માલગાડીઓને વેગ મળશે અને માલની હેરાફેરી વધુ ઝડપી બનશે.

Download Our B K News Today App



Related News