ડીસાના ગેનાજી ગોળીયાના યુવકે રેલ્વે નીચે પડતું મુકી મોતને વ્હાલુ કર્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-19 11:04:34
  • Views : 568
  • Modified Date : 2019-06-19 11:04:34

ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામના માળી યુવકે રેલ્વે નીચે પડતું મૂકી પોતાની જીવનલીલા સંકેલી લેતા
પરિવાર તેમજ સમાજમાં ચકચાર મચી ગઈ છે. યુવકની લાશને પી.એમ.અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવી હતી.
ડીસા તાલુકામાં છેલ્લાં ઘણાં સમયથી આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. દસ દિવસ અગાઉ માલગઢ ગામના માળી સમાજના એક યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના દર્દનાક સમાચાર હજુ ભુલાયા નથી. ત્યારે આજે વધુ એક ઘટના ડીસા-જુનાડીસા રોડ પર આવેલી રેલ્વે ફાટક નજીક બની છે. ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામના ૨૧ વર્ષિય યુવક હિતેશભાઈ વનસાજી માળીની લાશ મંગળવારે વહેલી સવારે મળી આવતા ચકચાર મચી હતી. સ્થાનિકો દ્વારા મળતી માહિતી અનુસાર
ડીસા-જુનાડીસા રોડ પર આવેલી રેલ્વે ફાટક નજીક ટ્રેન પસાર થઈ રહી હતી. આ દરમ્યાન અગમ્ય કારણોસર હિતેશ માળીએ ટ્રેન નીચે પડતું મૂકી પોતાની જીવન લીલા સંકેલી દીધી હતી. બનાવના
પગલે લોકોના ટોળેટોળા વહેલી સવારના ઘટનાસ્થળે ઉમટી
પડયા હતા.આ બાબતની જાણ થતા રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. મૃતક હિતેશ માળીના મૃતદેહને પી.એમ અર્થે ડીસા સિવિલમાં ખસેડવામાં આવી હતી.
જોકે હિતેશ માળીના મોતની જાણ પરિવારજનોને થતા તત્કાલ પરિવારજનો તેમજ સમાજના લોકો પી.એમ. રૂમ ખાતે ઉમટી પડયા હતા. જોકે હિતેશ માળીએ આ પગલું શા માટે ભર્યુ તેનું કારણ હજી અકબંધ છે.

Download Our B K News Today App



Related News