૧૫ જેટલા ગામોની પ્રજા માટે પરેશાની બની રેલવે ફાટક અમીરગઢ રેલવે ફાટક અવરોધ બનતા લોકોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-20 12:16:31
  • Views : 351
  • Modified Date : 2021-01-20 12:16:31

અમીરગઢ ગામમાં અવરજવર કરવા માટેનો એક માત્ર રેલવે ફાટક વાળો માર્ગ છે. જે રેલવે ફાટક અવારનવાર બંધ રહેતા વાહનચાલકો અનેક પરેશાનીનો સામનો કરે છે. જેમાં પોલીસ, ૧૦૮, સહિત અન્ય ઇમરજન્સી સમયના વાહનચાલકો ફાટક બંધ હોવાથી મજબુર બનીને ઉભા રહે છે.
અમીરગઢ રેલવે ટ્રેક પર વર્તમાન સમય ડબલ ટ્રેનો દોડે છે. જ્યારે ઇલેક્ટ્રોનિક તેમજ અન્ય ટ્રેકોની કામગીરી પૂર્ણતાને આરે હોવાથી આ માર્ગ પર ટ્રેનોની અવરજવર વધવાની શક્યતાઓ હોવાથી મોટા ભાગે રેલવે ફાટક  વધુ સમય સુધી બંધ રહેવાની સંભાવનાને લઈ વાહનચાલકોમાં અનેક સવાલો ઉભા થયા છે.
અમીરગઢ તાલુકાનું વડું મથક છે. જ્યારે અમીરગઢ સહિત પંથકના ૧૫ જેટલા ગામ લોકોને હાઇવે પર જવા માટે રેલવે ફાટક ઓળગવી પડે છે. ત્યારે ફાટક ૨૪ કલાકના સમય ગાળા દરમિયાન અંદાજે ૨૦ વખત બંધ રહેતું હોવાથી ફાટક વાળી જગ્યાએ વાહનોની કતાર લાગે છે. જાેકે આ સમસ્યાના નિરાકરણ તેમજ ઓવરબ્રિજ બનાવવા માટે કેટલાક વર્ષોથી સરકાર તેમજ તંત્ર ને સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ સમસ્યા આજે પણ માત્ર કાગળો પર ચાલતી હોવાથી દિનપ્રતિદિન વાહનચાલકો એ ભોગવવાનો વારો આવે છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, અમીરગઢમાં ઓવરબ્રિજના હોવાથી તેમજ અમીરગઢ એ તાલુકાનું વડું મથક હોઈ વાહનોની અવરજવર વધી છે. જેથી ફાટક બંધ હોય તે સમય વાહનોની કતારો લાગી જાય છે. તેમાં પણ ફાટક વાળી જગ્યા યુ આકારની હોવાથી અકસ્માતની પણ ભીતિ સતાવતી હોય છે.

Download Our B K News Today App



Related News