મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-09 16:13:54
  • Views : 105
  • Modified Date : 2023-08-09 16:13:54

મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. GMERS મેડિકલ કૉલેજનો 89 ટકાનો તોતિંગ ફી વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. રાજ્યભરની મેડિકલ કૉલેજોમાં વિરોધ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.ગુજરાતના અમદાવાદની સોલા, વડોદરાની ગોત્રી, પાટણની ધારપુર, હિંમતનગર, જૂનાગઢ, વડનગર, વલસાડ, મોરબી, પોરબંદર, નવસારી, રાજપીપળા અને ગોધરા સહિત 13 GMERS કૉલેજમાં MBBSની વાર્ષિક ફીમાં 89 ટકાનો તોતિંગ ફી વધારો કરાયો હતો.જેને પગલે રાજ્યભરામાં ઉગ્ર વિરોધ થયો હતો. જોકે ફી વધારો પાછો ખેંચાતા હવે તમામ કૉલેજમાં જૂના માળખા પ્રમાણે જ ફી વસૂલવામાં આવશે. મહત્વનું છે કે સરકારી ક્વોટામાં પણ વાર્ષિક ફી રૂપિયા 3.30 લાખથી વધારીને રૂપિયા 5.50 લાખ કરવામાં આવી હતી. ફી વધારો પાછો ખેંચાતા હવે મેડિકલ-ડેન્ટલમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓનો પ્રવેશ નિશ્ચિત મનાઈ રહ્યો છે. મેડિકલના પ્રવેશનો પ્રથમ રાઉન્ડ રદ કરવામાં આવ્યો છે. હવે કૉલેજ પસંદગીનો કાર્યક્રમ નવેસરથી જાહેર કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News