જિયો મોબાઈલના ટાવર તોડ-ફોડ પછી કહ્યું- કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે અમારે કોઈ લેવા દેવા નથી, કંપનીની હાઈકોર્ટમાં અરજી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-04 13:06:07
  • Views : 256
  • Modified Date : 2021-01-04 13:06:07

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ આંદોલન વચ્ચે રિલાયન્સ જિયોના મોબાઈલ ટાવરને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. જેમાં રિલાયન્સ અને અદાણીના પ્રોડક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.પરિણામે પંજાબમાં રિલાયન્સ જિયોના 1500થી વધુ ટાવર તોડવામાં આવ્યા છે. જેની પર હવે કંપની તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે કોઈ લેવા દેવા નથી. સાથે જ કંપનીએ રાજ્ય સરકારને મામલાને નોટિસમાં લેવાની અપીલ કરી છે.

  •     રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ, રિલાયન્સ રિટેલ લિમીટેડ(RRL), રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમીટેડ અને રિલાયન્સ સાથએ જોડાયેલી કોઈ પણ અન્ય કંપની ન તો કોર્પોરેટ અથવા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે અને ન તો કરાવે છે. અને ન તો ભવિષ્યમાં આ બિઝનેસમાં ઉતરવાની કંપનીની કોઈ યોજના છે.‘કોર્પોરેટ’ અથવા‘કોન્ટ્રાક્ટ’ ખેતી માટે રિલાયન્સ અથવા રિલાયન્સની સહાયક કોઈ પણ કંપનીને પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે ખેતીની કોઈ પણ જમીન હરિયાણા/પંજાબ અથવા દેશના કોઈ અન્ય હિસ્સાને નથી ખરીદ્યો. ન તો ભવિષ્યમાં આવું કરવાની કોઈ યોજના છે.
  •     ભારતમાં સંગઠિત રિટેલ વેપારમાં રિલાયન્સ રિટેલ એક અગ્રણી કંપની છે. આ દેશમાં અન્ય કંપનીઓ, નિર્માતા અને આપૂર્તિકર્તાઓના વિવિધ બ્રાન્ડના ખાદ્ય, અનાજ, ફળ, શાકભાજી અને દૈનિક ઉપયોગની વસ્તુઓ, દવાઓ, ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ સહિત તમામ કેટેગરીના પ્રોડક્ટને વેચે છે. જે ખેડૂતો પાસે સીધી ખરીદી નથી કરતી. ખેડૂતો પાસેથી ક્યારે ગેરવાજબી લાભ લેવા માટે કોન્ટ્રાક્ટ નથી કર્યા, અને ન તો આવું ક્યારે બનશે.130 કરોડ ભારતીયોનું પેટ ભરનાર ખેડૂત અન્નદાતા છે અને અમે તેમનું સન્માન કરીએ છીએ. રિલાયન્સ અને તેમના સહયોગી ખેડૂતને સમુદ્વ અને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એટલા માટે કંપની અને તેના સહયોગી તનતોડ મહેનત અને સમર્પણ સાથે પેદા કરવામાં આવેલી ઉપજનું ખેડૂતોને યોગ્ય અને લાભદાયક મૂલ્ય મળે તેનું પુરુ સમર્થન કરે છે. રિલાયન્સ સ્થાયી આધારે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ ઈચ્છે છે, અને તેના લક્ષ્ય માટે કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.
  •     કંપનીએ પંજાબ અને હરિયાણા બન્ને રાજ્યોની પોલીસનો આભાર માનતા કહ્યું કે, આનાથી તાજેતરના દિવસોમાં તોડફોડની ઘટનાઓમાં ઘટાડો થયો છે. જો કે, કંપનીએ હાઈકોર્ટમાં અરજી કરીને ઉપદ્રવીઓ અને સ્વાર્થી તત્વો વિરુદ્ધ સજા અને કાર્યવાહી કરવાની માગ કરી છે, જેથી રિલાયન્સ પંજાબ અને હરિયાણામાં એક વાર ફરીથી પોતાનો વેપાર યોગ્ય રીતે કરી શકે.


Download Our B K News Today App



Related News