રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-20 17:24:17
  • Views : 81
  • Modified Date : 2024-01-20 17:24:17

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોએ ભારતના ટેલિકોમ સેક્ટરને બદલી નાખ્યું છે. મુકેશ અંબાણી માટે આ કંપની ખૂબ જ નફાકારક સોદો સાબિત થયો છે. રિલાયન્સ જિયોએ ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રીજા ક્વાર્ટરમાં મોટો નફો કર્યો છે. ટેક્સ અને અન્ય ખર્ચને બાદ કરતા કંપનીનો ચોખ્ખો નફો 5,208 કરોડ રૂપિયા થયો છે.ત્રીજા ક્વાર્ટર દરમિયાન વાર્ષિક ધોરણે રિલાયન્સ જિયોના નફામાં 12.3 ટકાનો વધારો થયો છે. વર્ષ 2016 માં લોન્ચ કરવામાં આવેલી રિલાયન્સ જિયો સતત વિસ્તરી રહી છે. કંપનીએ ઘણી નવી સર્વિસિસ પણ શરૂ કરી છે. હાલ રિલાયન્સ જિયો દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની છે. કંપની દેશમાં સૌથી મોટું 4G અને 5G નેટવર્ક પણ ધરાવે છે.રિલાયન્સ જિયોની આવક પણ ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રીજા ક્વાર્ટર દરમિયાન ઝડપથી વધી છે. આવક 10.3 ટકાની વૃદ્ધિ સાથે 25,368 કરોડ રૂપિયા રહી છે. આ સમયગાળા દરમિયાન કંપનીનું ઓપરેટિંગ માર્જિન 26.3 ટકા રહ્યું છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો ખર્ચ વધીને 18,518 કરોડ રૂપિયા થયો છે.જુલાઈ-સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં ખર્ચ 18,063 કરોડ રૂપિયા હતો. એક વર્ષ પહેલાની જો વાત કરવામાં આવે તો ઓક્ટોબર-ડિસેમ્બર 2022ના ત્રિમાસિક ગાળામાં તે 16,839 કરોડ રૂપિયા હતો.રિલાયન્સ જિયોના દેશભરમાં અંદાજે 45 કરોડથી વધારે યુઝર્સ છે. જિયો દેશની નંબર 1 ટેલિકોમ કંપની છે. રિલાયન્સ જિયોએ દેશમાં પ્રથમ 4G ફીચર ફોન પણ રજૂ કર્યો હતો. તેનાથી કંપનીને દેશના મોટા 2G બેઝને 4G માં કન્વર્ટ કરવામાં મદદ મળી હતી. રિલાયન્સ જિયોએ સસ્તા ઈન્ટરનેટ પ્લાન લોન્ચ કરીને ભારતીય ટેલિકોમ માર્કેટમાં હલચલ મચાવી હતી છે. ત્યારબાદ દેશની અન્ય ટેલિકોમ કંપનીઓ જેવી કે એરટેલ, વોડાફોન અને આઈડિયાએ પણ પોતાના પ્લાનના દરમાં ઘટાડો કરવો પડ્યો હતો.

Download Our B K News Today App



Related News