ભાજપના પાર્ટીના ઉમેદવાર જીવરાજભાઈ પટેલના સમર્થનમાં કાજલ મહેરીયા સાથે જનમેદની જાડાઈ રેલી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 10:36:27
  • Views : 493
  • Modified Date : 2019-10-20 10:36:27

પ્રચારના અંતીમ દિવસે ભાજપ પાર્ટીએ ગુજરાતી કલાકાર કાજલ મહેરીયા સાથે ભાજપના ઉમેદવાર જીવરાજભાઈ પટેલના સમર્થનમાં રેલી નિકાળી હતી. તેમજ રેલી અગાઉ પટેલ બોડીંગમાં એક મોટી સભા
ઠાકોર સેનાની રાખવામાં આવી હતી. જેમાં ઠાકોર સેનાના
સૈનિકો થરાદ તાલુકાના ઠાકોર યુવાનો એક હજારથી વધુ ભાજપ પાર્ટીમાં જાડાયા હતા અને ભગવો ખેશ ધારણ કર્યાે હતો.  રેલી દરમિયાન સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ અને જીવરાજભાઈ પટેલે લોક સંપર્ક કર્યાે હતો. થરાદના વાતાવરણમાં કેસરીયો રંગ રંગાઈ ગયો હતો. તેમજ રેલી પટેલ બોર્ડીંગથી ચારરસ્તા,
આંબેડકરની પ્રતિમાનું સન્માન, સ્વામી વિવેકાનંદનું સન્માન, હનુમાન ચોક, મોટો દેરાસર, કાજીવાસ, શીવનગર, પોલીસ લાઈનથી બસ સ્ટેશન રસ્તેથી બોર્ડીંગ સુધી રેલી નીકળી હતી.
આ  પ્રસંગે પરબતભાઈ પટેલ, માવજીભાઈ પટેલ, શૈલેશભાઈ પટેલ, અજયભાઈ ઓઝા, પ્રવિણભાઈ માળી, પ્રકાશભાઈ સોની, દાંનાભાઈ નાઈ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ઉમજીબા સહિત આગેવાનો રેલીમા જાડાયા હતા.

Download Our B K News Today App



Related News