થરાદ કોંગ્રેસ સમિતીએ મોંઘવારી વિરોધ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-30 12:28:55
  • Views : 608
  • Modified Date : 2020-06-30 12:28:55

થરાદ તાલુકા કોંગેસ સમિતીના પ્રમુખ આંબાભાઈ સોલંકીની આગેવાનીમાં સરકાર દ્વારા ગરીબોની કમર તોડી નાખે એવી રીતે જે ડીઝલ અને પેટ્રોલ પર ભાવવધારો કરવામાં આવ્યો એના વિરોધમાં સુત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી. તે બાદ થરાદ પ્રાંત કચેરી ખાતે રેલીનું સમાપન કરી થરાદ પ્રાંતને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. ત્યારે કોંગ્રેસ અગ્રણી ડી.ડી.રાજપૂત, કોંગેસ સમિતીના પ્રમુખ આંબાભાઈ સોલંકી, માંગીલાલ પટેલ,  નગરપાલિકા પ્રમુખ પથુભાઈ રાજપૂત, થરાદ શહેર કોંગેસ પ્રમુખ બચુશા બાનવા, ન.પા. સદસ્ય જંયતિલાલ નાઈ (વિજય સિનેમા), મુલસિંહ વાઘેલા, હાજીભાઈ, દશરથ શ્રીમાળી, સવજીભાઈ ગલસર,  છગનલાલ જેપાલ, હરીલાલ
પંડયા, ડો. નિલેશ પરમાર, ચમન બઢીયા, વિપુલ હિંગડા તથા દરેક હોદેદારો હાજર રહયા હતા. 

Download Our B K News Today App



Related News