અંબાજી ખાતે સીએએ ના સમર્થનમાં રેલી કાઢી પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-03 14:15:19
  • Views : 412
  • Modified Date : 2020-01-03 14:15:19

અંબાજી   શક્તિ ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને દેશનું પ્રાચીન તીર્થ સ્થળ છે. આ ધામમાં મોટા મોટા નેતાઓ અને વીઆઈપી લોકો અંબાજી માતાજીના દર્શન કરવા આવે છે. આ સિવાય પણ માતાજીના ભક્તો પણ માતાજીની દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અંબાજી ખાતે  નાગરીક સંશોધન કાયદાના સમર્થનમાં અને પોલીસ પરના હુમલાના વિરુદ્ધમાં ભવ્ય રેલી નું આયોજન જન જાગૃતિ નાગરીક  સમિતી તરફથી કરવામાં આવ્યુ હતું અને રેલીના સમાપન બાદ અંબાજી પોલીસ મથકે અંબાજી પીઆઇને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.  હાલમાં લોકસભા અને રાજ્યસભામાં પાસ થયેલા કાનૂન ને લઇ વિપક્ષ  તરફથી જે ખોટી વાતો કરવામાં આવી રહી છે અને લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે તેવા આરોપો રેલીમાં સાંભળવા મળ્યા હતા. આ  સાથે  ભારત સરકારના લાભકર્તા કાયદાના સમર્થનમાં અને જે આપની રક્ષા માટે છે તેવા પોલીસ જવાનો પરના હુમલાના વિરુદ્ધમાં જુના નાકાથી આ મહારેલી અંબાજીના માર્ગો પર સાંજે નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સી એ એ ના સમર્થનથી દેશને ફાયદો થશે તેવી વાત  કરી લોકોને સમજાવવામાં આવ્યા હતા. આ રેલીમાં  જાગૃત નાગરિકો, સામાજિક, ધાર્મિક અને સહકારી સંસ્થાઓના આગેવાનોએ વિપુલ પ્રમાણમાં એકઠા થઇ સીએએના સમર્થનમાં અને પોલીસ પરના હમલાના વિરુદ્ધમાં યોજાનારી આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીનું સમાપન અંબાજી પોલીસ મથકે થયુ હતુ અંબાજી પીઆઇને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. તેમજ રેલીમાં સુનીલ બ્રહ્મભટ્ટ, દેવેન્દ્ર વ્યાસ, અર્જુન ભોજક, ઈન્દરલાલ ગુર્જર, વિજય દેસાઇ અને મૃગેશ મહેતા સહિત વિવિધ આગેવાનો જોડાયા હતા.


Download Our B K News Today App



Related News