ઉમેદવારોના ખર્ચ રજીસ્ટરની ચકાસણી ઓબ્ઝર્વરોની ઉપસ્થિતિમાં કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 05:58:55
  • Views : 437
  • Modified Date : 2019-04-13 05:58:55

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે ૨-બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાંથી ચૂંટણી લડતા ઉમેદવારોના ખર્ચ રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી. પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  સંદિપ સાગલે, ખર્ચ માટેના ઓબ્ઝર્વર શિવાનંદ કાલાકીરી અને  વિવેકકુમાર ભાસ્કરની ઉપસ્થિતિમાં ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ ખર્ચની પ્રથમ તબક્કાની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં એકાઉન્ટીંગ ટીમના હેડ અને જિલ્લા તિજોરી અધિકારી દેસાઇ, મદદનીશ ખર્ચ નિરીક્ષકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા નિભાવવામાં આવતા ખર્ચ રજીસ્ટરોની હવે તા.૧૬/૦૪/૨૦૧૯ અને તા.૨૦/૦૪/૨૦૧૯ના રોજ સવારે-૧૦.૦૦ કલાકથી સાંજના ૧૭.૦૦ કલાક સુધી કલેકટરની કચેરી, બનાસકાંઠાના મીટિંગ હોલ, બીજો માળ, પાલનપુર ખાતે ખર્ચ ઓબ્ઝર્વર તથા ચૂંટણી ખર્ચ દેખરેખ એકાઉન્ટીંગ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બનાસકાંઠા દ્વારા જણાવ્યા પ્રમાણે આ ચકાસણી કાર્યવાહી દરમ્યાન જાહેર જનતા હાજર રહી ચકાસણીની કાર્યવાહીનું નિરીક્ષણ કરી શકશે.


Download Our B K News Today App



Related News