મોત મામલે ફેસબુકમાં સમાજ વિરોધી પોસ્ટ કરતા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-27 12:28:56
  • Views : 445
  • Modified Date : 2022-08-27 12:28:56

 

ડીસામાં ગઈકાલે જુનાડીસા પાસે બનાસનદીમાં ત્રણ મિત્રો ડૂબી જતા થયેલા મોત મામલે ફેસબુકમાં સમાજ વિરોધી પોસ્ટ કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પોસ્ટ કરનાર સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે બનાસ નદીમાં પાણી આવતા ત્રણ મિત્રો પરિવાર સાથે નદી જોવા માટે ગયા હતા જ્યાં નદીમાં નાહવા પડતા ત્રણ મિત્રો ડૂબી જતા મોત થયા હતા જેમાં કેટલાક જાગૃત લોકોએ નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી નદીમાં ન જવા અને નાહવા ન પડવા માટે લોકોને જાગૃત કરતું લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું. જે પોસ્ટમાં જાદવ બગરાજસિંહ નામના શખ્સે મૃતકના સમાજ વિરોધી કમેન્ટ કરી હતી. અને હિન્દૂ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને બંને ધર્મના લોકો વચ્ચે સુલેહ શાંતિનો ભંગ થાય તેવી કમેન્ટ કરતા મૃતકના સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ ભેગા થઇ કમેન્ટ કરનાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ડીસા તાલુકા પોલીસે કમેન્ટ કરનાર શખ્સ સામે આઇટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Download Our B K News Today App



Related News