ખાંડમાં મર્યાદિત કામકાજે ૧૦નો ઘટાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-22 17:39:15
  • Views : 218
  • Modified Date : 2024-10-22 17:39:15

 સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે રિટેલ સ્તરની માગ ખપપૂરતી માગ રહેતાં પાંખાં કામકાજો વચ્ચે હાજરમાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૧૦નો ઘટાડો આવ્યો હતો. જોકે, ગત શનિવારે મહારાષ્ટ્રની ખાંડ મિલો પર સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રોકાણકારોની છૂટીછવાઈ માગ રહેતાં ઉપાડ લગભગ ૨૬થી ૨૭ ટ્રકનો રહ્યો હતો.

 

Download Our B K News Today App



Related News