બનાસકાંઠામાં કેન્દ્ર સરકાર દ્વારા અપાયું રેડ જોન... બનાસકાંઠામાં લોકડાઉન જારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-01 18:09:16
  • Views : 2352
  • Modified Date : 2020-05-01 18:09:16

 બનાસકાંઠામાં કેન્દ્ર સરકાર દ્વારા અપાયું રેડ જોન... બનાસકાંઠામાં લોકડાઉન જારીહાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. ભારતમાં પણ કોવિડ-૨૦૧૯ના વધારે પ્રમાણમાં કેસો નોંધાયેલ છે. પરિસ્થિતિને ધ્યાને લેતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે ધ ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦ જાહેર કરેલ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ વાવના મીઠાવીચારણ અને પાલનપુરના ગઠામણ એમ બનાસકાંઠાના અલગ-અલગ વિસ્તારોમાંથી કોરોના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવતા કલેકટરે ૩૦/૦૪/૨૦૨૦ સુધી આ વિસ્તારોને કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કર્યા હતા. જે દરમ્યાન મીઠાવીચારણમાં તા.૨૧/૦૪/૨૦૨૦ના રોજ એક કેસ તથા ગઠામણ ગામે તા.૨૫/૦૪/૨૦૨૦ના રોજ બીજા ૦૮ કોરોના પોઝીટીવ કેસો મળી આવેલ છે. જેથી આ ચેપી રોગને ફેલાતો અટકાવવા જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ પાલનપુરને ગુજરાત નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ- ૩૦ તથા કલમ- ૩૪ તેમજ ધી એપેડમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ૨ અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામાની મુદત તા.૦૧/૦૫/૨૦૨૦ થી તા.૨૦/૦૫/૨૦૨૦ સુધી લંબાવી દીધું છે , જેથી આ બંને વિસ્તારમાં આગામી 20 તારીખ સુધી lockdown ની સ્થિતિ ચાલુ જ રહેશે અને આવશ્યક સેવાઓ સિવાયની તમામ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે તેમજ આ જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે પણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું..

Download Our B K News Today App



Related News