સુરતમાં ઝડપી વાહન હંકારનારાઓ સામે પાલીસની લાલ આંખ, ટ્રાફિક ડ્રાઈવ કરી કાર્યવાહી હાથ ધરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-21 16:44:16
  • Views : 96
  • Modified Date : 2023-07-21 16:44:16

અનેક શહેરોમાં નબીરાઓ પુરપાટ ઝડપે વાહન હંકારતા હોય છે અને રીલ પણ બનાવતા હોય છે. ક્યાંક પોલીસ આવા નબીરાઓને જેલના સળીયા ગણાવે છે, તો ક્યાંક નબીરાઓને છોડાવવા માટે આગેવાનો આગળ આવી જતા હોય છે. જોકે આ દરમિયાન સુરત પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી હતી. સુરતમાં પણ આવા બનતા અટકાવવા માટે હવે પોલીસે ડ્રાઈવ કરીને આવા ઝડપી વાહન હંકારનારાઓ ને ઝડપવા માટે પ્રયાસ કર્યો હતો.ચોંકાવનારી ઘટના બને એટલે તંત્ર સફાળુ થતુ હોય છે. આવુ જ હવે રાજ્યમાં જોવા મળ્યુ છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં અને શહેરમાં પોલીસ રસ્તા પર આવીને વાહન ચેકિંગ કરવા લાગી છે. તો આ પહેલા અનેક શહેર અને જિલ્લાની પોલીસ પહેલાથી જ આ પ્રકારે કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. હિંમતનગરમાં આવી જ રીતે એક 17 લાખના બાઈક સાથે રીલ બનાવવા જોખમી સ્ટંટ કરનારા ચાલકને સોશિયલ મીડિયા પર વિડીયો જોઈને જેલને હવાલે કર્યો હતો. અમદાવાદ શહેરમાં પણ આવાજ કેટલાક વાહન ચાલકો જેલના હવાલે થયા હતા.ઝડપી વાહન હંકારનારાઓને ઝડપી પાડવા માટે સુરત પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી છે. સુરત પોલીસે ગુરુવારે મોડી રાત્રી સુધી શહેરના અનેક રસ્તાઓ પર ટ્રાફિક ડ્રાઈવ ચલાવી હતી. મોડી રાત્રી સુધી રસ્તાઓ પર પોલીસના મોટા કાફલા જોવા મળી રહ્યા હતા. માર્ગ પર પોલીસ દ્વારા ઝડપથી અને જોખમી સ્ટંટ કરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરીને તેમને ઝડપી લેવા માટે કાર્યવાહી કરી હતી.ટ્રાફિક નિયમનનો ભંગ કરાનારા અનેક વાહનચાલકોને પોલીસ દંડનીય કાર્યવાહી કરી હતી. અનેક વાહન ચાલકોને સાવચેતી પૂર્વક વાહન હંકારવા માટે અપીલ કરતા અને સૂચનાઓ આપતા જોવા મળી હતી. શ્રમિકો અને અન્ય વાહન ચાલકો રાત્રી દરમિયાન ફેક્ટરી અને અન્ય ઉદ્યોગ ધંધાએથી આવતા અને રાત્રી નોકરી માટે જનારાઓને પણ સાવચેતી અને ટ્રાફિક કાયદાનુ પાલન કરવા માટે અપીલ કરી હતી.રાજ્યમાં અનેક વિસ્તારોમાં હજુ કેટલાક દિવસો લગી ટ્રાફિક ડ્રાઈવ ચાલુ રહેશે. ગુરુવારે રાત્રે મોડે સુધી વાહન ચેકિંગ કર્યા બાદ હવે આવી જ રીતે શુક્રવારે પણ સુરત સહિત રાજ્યમાં અનેક શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી શકે છે. જોકે હવે આવી ડ્રાઈવ કેટલા દિવસ ચાલુ રહેશે અને આવા જોખમી વાહન ચાલકોને કેટલા દિવસ અંકુશમાં રાખી શકાશે એ પણ એક સવાલ છે. જોકે આ માટે પોલીસ સાથે સૌથી પહેલા વાહન માલિક અને વાલીની પણ એટલી જ છે કે, વાહન સુરક્ષીત હાથમાં સોંપવામાં આવે અને બાળકોની ગતિવિધી પર નજર રાખવી.

Download Our B K News Today App



Related News