આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ બોટાદ જિલ્લામાં વરસાદનું ‘રેડ એલર્ટ’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-07 17:32:49
  • Views : 27
  • Modified Date : 2025-05-07 17:32:49

દરમ્યાન રાજ્યમાં ભરઉનાળે એટલે કે મે મહિનામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. કમોસમી વરસાદને પગલે રાજ્યમાં ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના અને નુકસાનીની તસવીરો સામે આવી રહી છે.

જ્યારે હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને, હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આજે બુધવારે બપોરે 1થી 4 વાગ્યા સુધીની આગાહીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યાં 14 જિલ્લામાં રેડ એલર્ટ, 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 5 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે બપોરે 1થી 4 વાગ્યા સુધીમાં 14 જિલ્લામાં રેડ એલર્ટ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદનું રેડ એલર્ટ છે. જ્યાં ભારે વરસાદની આગાહી છે. સાથે જ 62થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ: નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યાં મધ્યમ વરસાદ પડી શકે છે અને થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે 41-6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બાકીના પાંચ જિલ્લા કચ્છ, બનાસકાંઠા, મોરબી, જામનગર, દ્વારકામાં યલો એલર્ટ છે. જ્યાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Download Our B K News Today App



Related News