ગુજરાતનાં પાંચ જિલ્લાઓમાં વરસાદનું રેડ ઍલર્ટ:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-01 17:23:50
  • Views : 111
  • Modified Date : 2023-07-01 17:23:50

સુરત જીલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. કાકરાપાર ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે. કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. સુરત જીલ્લાનાં ખેડૂતો માટે કાકરાપાર ડેમ જીવાદોરી સમાન છે. સૌથી વધુ ધરમપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. પારડીમાં 4 અને કપરાડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જીલ્લાનાં તમામ નદી-નાળા તોફાની બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લો લેવલ કોઝવે અને નાના પુલો પર પાણી ફરી વળ્યા છે. સલામતીનાં ભાગરૂપે જીલ્લામાં 70 થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે. વલસાડ જીલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ, અમરેલી, ડાંગ, વલસાડ અને નવસારી માટે રેડ એર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરતનો કોઝવે સીઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. ત્યારે કોઝવે 6.81 મીટરની સપાટીથી ઓવરફ્લો થયો છે. સવારથી જ કોઝ વે ઓવરફ્લો થયો હતો. ઉકાઈ ડેમનાં નીચલા વિસ્તારમાં ભારે વરસાદને કારણે કોઝવેમાં પાણીની આવક વધી હતી. તેમજ ઉમરપાડા, તાપી સહિતનાં વિસ્તારોમાં પડેલા ભારે વરસાદનું પાણી તાપી નદીમાં આવ્યું હતું. ઉકાઈ ડેમની સપાટી 308.88 ફૂટ પર પહોંચી હતી. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. 

 

Download Our B K News Today App



Related News