પૂણે જેવી ઘટનાનું અમદાવાદમાં પૂનરાવર્તન, અક્સમાત સર્જનાર સગીરના પરિવારજનોની દાદાગીરી, ભોગ બનનારના પરિવાર સાથે કરી મારામારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-01 16:21:43
  • Views : 75
  • Modified Date : 2024-06-01 16:21:43

 

અમદાવાદમાં દિવસે દિવસે બેફામ સ્પીડે વાહનો હંકારવાના બનાવો વધી રહ્યા છે અને આ નબીરાઓની રફ્તારની મજાનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. અમદાવાદમાં મલાવ તળાવ નજીક એક સગીર વયના ફોર્ચ્યુનર ચાલકે સાંદિપની સોસાયટી નજીક રહેતી એક સગીરાને અડફેટે લેતા યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ તરફ ફોર્ચ્યુનર કાર ચલાવી રહેલા સગીર કાર ચાલક સામે N ડિવિઝનમાં ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. સગીર આરોપી સાથે કારમાં તેનો ભાઈ અને અન્ય મિત્રો પણ સવાર હતા. સગીર આરોપીની પોલીસે અટકાયત કરી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. સગીર આરોપી સાથે કારમાં તેનો ભાઈ અને અન્ય મિત્રો પણ સવાર હતા.અમદાવાદમાં પણ પૂણે જેવી જ ઘટનાનું પૂનરાવર્તન થયુ છે. આપને જણાવી દઈએ કે પૂણેમાં આ જ પ્રકારે પોર્શે કાર ચલાવી રહેલા સગીર છોકરાની કારની અડફેટે આવતા બે લોકોના મોત નિપજ્યા હતા. એક યુવતી અને યુવકનુ પોર્શે કારના સગીર ચાલકે સર્જેલા અકસ્માતમાં મોત થયુ હતુ. આ અકસ્માતના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા. માલેતુજાર બિલ્ડર પિતાના દીકરાએ અકસ્માત સર્જી બે લોકોને મોતની નીંદર સુવડાવી દીધી.અમદાવાદમાં પણ સગીર આરોપી દ્વારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમા ભોગ બનનાર સગીરા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. અકસ્માત સર્જનાર સગીર અને તેના પરિવારજનોએ દાદાગીરી કરી અને અકસ્માતગ્રસ્ત સગીરાના પરિવારજનો સાથે મારામારી પણ કરી હતી. કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે ભોગ બનનારના પરિવારજનોને દબાવવાની કોશિશ કરવામાં આવી હતી. હાલ અકસ્માત સર્જનાર સગીર કાર ચાલક સામે તો N ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ પરિવારજનોની માગ છે કે સગીરને કાર હંકારવા આપનારા તેના પરિવારજનો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવે.

Download Our B K News Today App



Related News