સૌરાષ્ટ્ર યુનિ.માં ભરતીમાં ફરી ગોલમાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-08 18:22:16
  • Views : 197
  • Modified Date : 2024-09-08 18:22:16

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટરમાં રિસર્ચ આસિસ્ટન્ટની ભરતીમાં ચોક્કસ લાયકાત જાહેર કરતા લાગતાં વળગતાઓની પસંદગી થાય તે પ્રકારની જાહેરાત અગાઉ માર્ચ, 2023માં આપવામાં આવી હતી. જેમાં માત્ર LLMની લાયકાત રાખવામાં આવી હતી. જે બાબતે અગાઉ દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ અગાઉના ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા હતા અને નવેસરથી ભરતી કરવા માટે અખબારમાં જાહેરાત આપવામા આવશે તેવું નક્કી કરવામા આવ્યું હતું. ત્યારે તેના 1 વર્ષ બાદ હવે ફરીથી રિસર્ચ આસિસ્ટન્ટની ભરતી માટે તાજેતરમાં 3 સપ્ટેમ્બરના ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા હતા. જો કે, તેમાં પણ ગ્રેજ્યુએટ, અનુસ્નાતક, LLM અને PhDને બદલે માત્ર અનુસ્નાતક અને LLMના ઉમેદવારોને બોલાવવામાં આવતા ફરી એક વખત આ ભરતી મામલે વિવાદ ઊભો થયો છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા SPRIHA અંતર્ગત રિસર્ચ આસિસ્ટન્ટ 2 જગ્યા પર કોન્ટ્રાક્ટ આધારિત જગ્યા પર રૂ. 40,000ના પગારથી નિમણૂક આપવા માટે ગત તારીખ 3 સપ્ટેમ્બરના વોક ઇન ઇન્ટરવ્યૂ ગોઠવાયા હતા. જો કે, તેમાં ગ્રેજ્યુએટ, અનુસ્નાતક, LLM અને પીએચ.ડી. ને બદલે માત્ર અનુસ્નાતક અને LLM થયેલા ઉમેદવારોને જ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં 8 જેટલા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા.બે જ કેટેગરી માટે ગ્રાન્ટ મળી હતી પરંતુ તેમાં SPRIHAની ગાઈડ લાઈનનું સીધી રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું હતું. કારણ કે, આ જ પ્રકારની ગ્રાન્ટ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં આપવામાં આવેલી છે અને તેમાં ચારેય લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર 2 જ પ્રકારની લાયકાત ધરાવતા ઉમેદવારોને જ બોલવામાં આવતા વિવાદ ઊભો થયો છે. જો કે, આ બાબતે કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડિયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, બે જ કેટેગરી માટે ગ્રાન્ટ મળી હતી. જેથી તેમાં જ ઇન્ટરવ્યૂં ગોઠવવામાં આવ્યા હતા. જો કે, તે ભૂલ ભરેલું હોય તેવું લાગી રહ્યુ છે.બૌદ્ધિક સંપદા અંતર્ગત રૂ. 5 કરોડની ગ્રાન્ટ મળી હતી ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી, 2023માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કેન્દ્ર સરકાર દ્વારા SPRIHA એટલે કે બૌદ્ધિક સંપદા અંતર્ગત રૂ. 5 કરોડની ગ્રાન્ટ મળી હતી. જે અંતર્ગત રૂ. 19 લાખનો પ્રથમ હપ્તો મળ્યા બાદ રૂ. 1 લાખના માસિક પગારથી ચેર પ્રોફેસર દીપક પરમારની નિમણૂક કરાઈ હતી. જો કે, આ ચેરમાં અગાઉ રિસર્ચ આસિસ્ટન્ટની ભરતી માટેના ઇન્ટરવ્યૂ આજે હતા. તેમા એકપણ ઉમેદવાર નહોતા આવ્યા. જેથી લાયકાતમાં સુધારો કરી નવેસરથી અખબારોમાં જાહેરાત આપવાનો નિર્ણય લેવાયો હતો.

Download Our B K News Today App



Related News