ડીસા માર્કેટયાર્ડમાં રેકોર્ડબ્રેક મગફળીની આવક નોંધાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-04 10:55:42
  • Views : 298
  • Modified Date : 2022-06-04 10:55:42


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે ખાસ કરીને ડીસા તાલુકામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ ના કારણે ખેડૂતોને વાવેતરમાં લેટ થયું હતું. તો બીજી તરફ ખેડૂતોએ પાણી વગર અનેક પાકોમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે દર વર્ષની જેમ વર્ષે પણ ડીસા તાલુકામાં ઉનાળુ મગફળીનો ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું ગત વર્ષે જે પ્રમાણે દિશા તાલુકામાં મગફળી નો વિસ્તાર થયો હતો તેના કરતાં વર્ષે ડીસા તાલુકામાં મગફળીના વાવેતરનો વિસ્તાર પણ વધ્યો હતો ત્યારે વર્ષે હવે ખેડૂતોએ મગફળીની કરવાનું શરૂ કર્યું છે. અને માર્કેટયાર્ડોમાં મગફળીના ભાવ સારા મળતા હાલ ખેડૂતો માર્કેટયાર્ડમાં મગફળી વેચતા નજરે પડી રહ્યા છે ત્યારે ડીસા ખાતે આવેલ ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સંચાલિત માર્કેટયાર્ડમાં રેકોર્ડ બ્રેક મગફળીની આવક નોંધાઇ હતી શરૂઆતમાં ડીસા માર્કેટયાર્ડમાં 4000 બોરીની આવક નોધાતા માર્કેટયાર્ડમાં ચારેબાજુ મગફળીની બોરીઓ જોવા મળી હતી તો બીજી તરફ હાલમાં ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોને મગફળીના ભાવો પણ સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News