હોસ્પિટલમાં બેડ ખૂટી પડતાં શાહીબાગની સોસાયટી આગળ આવી, ક્લબ હાઉસમાં જ કોરોનાના દર્દીની ટ્રીટમેન્ટ શરૂ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-17 15:04:37
  • Views : 302
  • Modified Date : 2021-04-17 15:04:37

    અમદાવાદમાં કોરોનાની જાણે સુનામી આવી હોય તેમ રેકોર્ડ બ્રેક દર્દીઓ રોજ વધી રહ્યા છે. આ સમયે હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધી નથી, ત્યારે હવે લોકો ક્યાં જાય તે ખૂબ મોટો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે શાહીબાગ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટ આત્મનિર્ભર બનવા પ્રયાસ કર્યો છે. જેમાં સોસાયટીમાં આવેલા ડોક્ટર અને સભ્યો દ્વારા સોસાયટીના ક્લબ હાઉસમાં જ કોરોનાનાં બેડ ઓક્સિજન સાથે લગાવીને ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી છે. અહીંયા સોસાયટીમાં રહેતા લોકોને ટ્રીટમેન્ટ કરાઇ રહી છે અને નજીકમાં રહેતા ડોક્ટર રાઉન્ડ ધ ક્લોક સારવાર કરી રહ્યા છે.

    અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો આંકડો સતત વધતો ગયો છે. ત્યારે હોસ્પિટલો પણ ફૂલ થઇ ગઇ છે. ત્યારે અમદાવાદમાં આવેલી એક સોસાયટી શીતલ એક્વા દ્વારા તદ્દન નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સોસાયટીમાં આવે ક્લબ હાઉસ ને કોવિડ સેન્ટર તરીકે બનાવ્યું છે. જેમાં સોસાયટીમાં રહેતા રહીશોને જો કોરોના થાય અને જો હોસ્પિટલમાં બેડના મળે તો ત્યાં સુધી તેને સોસાયટીમાં બનાવેલા કોવિડ સેન્ટરમાં ફ્રીમાં સારવાર આપવામાં આવશે. સાથે સાથે સોસાયટીમાં રહેતા ડોક્ટરો પણ કોવિડ સેન્ટરમાં મદદ કરી રહ્યા છે.

    શીતલ એક્વા સોસાયટીના કોવિડ સેન્ટરમાં દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું હોય તો તે માટે ઓક્સિજન મળી રહે એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે સફાઈ કર્મચારીઓ અને નર્સની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. રાતના સમયે આ પ્રકારનો બનાવ બને અને સોસાયટીમાં બનાવેલા કોવિડ સેન્ટરમાં સારવાર મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહી છે.

    શાહીબાગના શીતલ એક્વામાં આ પ્રકારે સેન્ટર ઉભું કરાયું છે. જે અંગે બિલ્ડર જ્યેન્દ્ર પંડિતે જણાવ્યું છે કે, અમે હાલ બે બેડ સાથે વ્યવસ્થા શર કરી છે. જેમાં ઓક્સિજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં બેડ ન મળતા આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.


Download Our B K News Today App



Related News