કોવિડ હોસ્પિટલમાં દૈનિક 350 મે.ટન ઓક્સિજનનો રેકોર્ડ બ્રેક વપરાશ, દિવાળી પહેલા માત્ર 50 મેટ્રિક ટન વપરાતો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-08 12:35:23
  • Views : 241
  • Modified Date : 2021-04-08 12:35:23

    ગુજરાતમાં કોરોનાના કહેરની બીજી લહેર દરમિયાન બદલાયેલા લક્ષણો ને કારણે કોવિડના દર્દીઓમાં શ્વાસની તકલીફો વધી રહી છે ,જેથી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત વધી ગઈ છે,તેથી રાજ્યમાં કોરોના ના કેસો ઘટતા દિવાળી બાદ ઓક્સિજનનો વપરાશ દૈનિક 50 મેટ્રિકટન સુધી પહોંચી ગયો હતો, પરંતુ હાલ ઓક્સિજનનો વપરાશ 350 મેટ્રિક ટને વિક્રમી સપાટીએ પહોંચતા હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું અને રાજ્યમાં હાલ એક હજાર મે.ટન ઓક્સીજનનું ઉત્પાદન થાય છે તેમાંથી 60% મેડિકલ માટે અનામત રાખવાના આદેશ કર્યા છે.

    કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ઓક્સિજનનો દૈનિક વપરાશ વધી રહ્યો છે. જેમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ વધતી જતી હોવાથી આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને દર્દીને ઓક્સિજન આપવામાં આવે છે વધતા જતા કોરોના ના કેસને લઈને આ વપરાશમાં પણ વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહથી કોરોના ના કેસ માં સતત વધારાના પરિણામે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે જે દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હોય કે ગંભીર સમસ્યા હોય તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.પરિણામે ઓક્સીજન ની સમસ્યાઓ ઉભી થવા લાગી હતી.

    ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો પરિણામે હોસ્પિટલમાં ઓક્સિજનનો વપરાશ પ્રતિદિવસ 50 મે.ટન સુધી ઘટી ગયો હતો, પરંતુ દિવાળી પછી કેસ વધતા માર્ચ મહિનાથી ઓક્સિજનનો દૈનિક વપરાશ 250 મે.ટન સુધી પહોંચી ગયો હતો જે હવે 330 મેટ્રિક ટને પહોંચતા ઓક્સિજનનો વપરાશ પણ જબરદસ્ત વધતા હોસ્પિટલોમાં પરિસ્થિતિ બગાડવા લાગી હતી, જેથી સરકાર એકાએક એલર્ટ થઈ ગઈ હતી.

    રાજ્યની કોરોના અંગેની કોર કમીટી ની બેઠકમાંપણ ઓક્સિજન અંગે ગંભીરતા થી વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કહ્યું હતું કે,ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ હોવાથી ઓક્સિજનની હાલ કોઈ અછત સર્જાય તેવી કોઇ સંભાવના નથી આમ છતાં આગોતરી સાવચેતીઓ ના ભાગરૂપે સરકારે ઓક્સિજનના કુલ ઉત્પાદનમાં 60 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવાનો નિર્ણય અને આદેશ કરી દીધો છે. જેનો રાજ્યમાં ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં દૈનિક ધોરણે એક હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. અત્યારે તેમાંથી 60 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા ભવિષ્યમાં ઓક્સિજનની કોઈ અછત થશે નહીં તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો


Download Our B K News Today App



Related News