ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મુન્નાભાઈ એમબીબીએસ પાલનપુરના ભાજપના નેતાનો પુત્ર રીચેકીંગમાં થયો ડોકટર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 10:41:27
  • Views : 4434
  • Modified Date : 2021-03-26 10:41:27

આધુનિક સમયમાં શિક્ષણને સ્ટેટ્‌સ સાથે જાેડવામાં આવે છે.આ કારણે પોતાના બાળકોને ડોકટર,ઈજનેર કે સીએ બનાવવા માંગે છે.આવી ગેલછાને લીધે વાલીઓ બાળકોને કોઈ પણ રીતે સ્ટેટ્‌સ સિમ્બોલ તરીકે વાપરવા મથે છે. આવા બાળકોના માતા
પિતા રાજકીય વગ ધરાવતા હોય તો આવા બાળકોને બધું જ સરળ થઈ જાય છે.
આવો જ એક કીસ્સો સામે આવ્યો છે. પાલનપુર નગર
પાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન પાર્ટી નેતા તરીકે જવાબદારી નિભાવનાર હર્ષાબેન મહેશ્વરીનો પુત્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મેડિકલ પરીક્ષા કૌભાંડમાં ખોટું કરાવનાર તરીકે આજે તપાસમાં કેન્દ્ર સ્થાને છે. આ અંગે મળતી માહિતી મુજબ
પાર્થ અશોકભાઈ મહેશ્વરીએ વર્ષ ૨૦૧૮માં એમબીબીએસના પ્રથમ વર્ષની પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે પાર્થ નાપાસ જાહેર થયો હતો. એ પછી પુનઃ ચકાસણી કરાવવામાં આવી. આ સમયે શું જાદુ થયો કે પાર્થ ખૂબ સારા માર્ક મેળવી પાસ થયો.
આ બાબતે વર્ષ ૨૦૧૮માં એક અરજી થઈ. આ અરજીમાં રીચેકીંગમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું
અરજદારે જણાવ્યું હતું.
તપાસ સમિતિમાં મહેસાણા મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જે.કે.પટેલ અને યુનિવર્સિટી સેનેટ સદસ્ય હરેશ ચૌધરીને તપાસ સમિતિના સભ્ય તરીકે યુનિવર્સિટીએ તપાસ સમિતિની નિમણૂંક કરી હતી.
તપાસ સમિતિએ રિપોર્ટ આપ્યો એમાં ત્રણ વિદ્યાર્થીઓ જે પહેલાં નાપાસ હતા અને હવે
પાસ થયા છે.આ કૌભાંડમાં શું અને ક્યાં ખોટું થયું. આ ગુનેગારોને શું સજા કરવી એ બાબત માટે આજે યુનિવર્સિટીમાં મહત્વની બેઠક મળવાની હતી.
કોઈ અગમ્ય કારણોથી આ બેઠક ઓચિંતી મુલતવી રાખવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

આજની બેઠક બંધ કેમ રહી ?
ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વર્ષઃ૨૦૧૮ની પ્રથમ વર્ષ એમબીબીએસ પરીક્ષાના રીચેકીંગમાં ગંભીર બાબતો અંગે અરજી થઈ હતી. તપાસ સમિતિએ આ રિપોર્ટ ગઈ કાલે વાઇસ ચાન્સેલરને બંધ કવરમાં સુપરત કર્યો છે. આજે આ રિપોર્ટ આધારે સજા કરવા માટે એક નિર્ણાયક બેઠક મુલતવી રહેલ છે.રાજકીય નેતાના
પુત્રનું નામ હોઈ તાત્કાલિક રખાયેલ મીટીંગ બંધ રહી એ અંગે રાજકીય દબાણ કે બીજાે કોઈ મોટા કૌભાંડ ખુલવાની બીકે આ બેઠક મુલતવી રહ્યાનું અંતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ અંગે હરેશ ચૌધરી (સદસ્ય,તપાસ સમિતિ સેનેટ મેમ્બર,ઉત્તર ગુજરાત યુનિવર્સીટી)નો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે  આજની બેઠક મુલતવી રહી છે.એકાદ અઠવાડિયા સુધી આ અંગે ગુનેગાર જાહેર થશે. આ બાબતને સ્થાનિક ભાજપના બે જૂથની અથડામણ હોવા અંગે પૂછતાં તેમણે રાજકીય મુદ્દો ન હોવાની બાબતને જ પકડી રાખી સભ્ય તરીકે ઈમાનદારીથી તપાસનું કામ કર્યાનું જણાવી આ અંગે વધુ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું.

ડૉ. જે.કે.પટેલ કેમ ન દેખાયા?
આ તપાસ સમિતિના સભ્ય અને મહેસાણા મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ જે.કે.પટેલે મીડિયા સામે આવવાનું ટાળ્યું હતું.
પાલનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન બોર્ડમાં ભાજપના નેતા હર્ષાબેન મહેશ્વરી અને હરેશભાઇ ચૌધરી બંને
પાલનપુરના સ્થાનિક રાજકારણ સાથે જાેડાયેલ છે. યુનિવર્સિટીની જવાબદારીમાં ઈમાનદારી રાખી હોવાનું જણાવનાર હરેશ ચૌધરીના સાથી સદસ્ય કેમ મીડિયા સામે રજૂ ન થયા એ અંગે કોઈ સ્પષ્ટતા મળતી નથી.

આ તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરે તો...
 આ કૌભાંડ પછી પગલાં શું લેવા એ માટે બેઠક હતી. જે કોઈ અગમ્ય કારણે મુલતવી રહી. આ પરીક્ષાનું કૌભાંડ દેખાય છે એ કરતાં મોટું છે. જાે અન્ય એજન્સીને તપાસ આપવામાં આવે તો આ બેઠક કેમ કેન્સલ થઈ? કોના દબાણ ને લીધે આ બેઠક મુલતવી રહી. મેડિકલ
ઉપરાંત અન્ય વિદ્યા શાખામાં પણ આવા કૌભાંડ બહાર આવે અને આખી રાજકીય ચેઇન જાહેર થાય. આ નાના દેખાતા મોટા કૌભાંડમાં નાની માછલીઓ પકડાઈ છે. મોટા મગરમચ્છ પકડાય તો ઇમાનદારીની વાતો કરતા કૌભાંડમાં શું શું બહાર આવશે એ જાણવું જરૂરી હોય આ ઘટનાની તપાસ અન્ય એજન્સી કરે એ જરૂરી બન્યું છે.

શું સજા થઈ શકે ?
પરીક્ષામાં ખોટું કરી રી ચેકીંગમાં પાસ થનાર આ ત્રણેય વિદ્યાર્થીઓનું એડમિશન કેન્સલ થઈ શકે. રાજકીય વગ હોઈ કદાચ એટીકેટી
આપવામાં આવે. આ કૌભાંડમાં જાેડાયેલ અધિકારી કે કર્મચારીને
સસ્પેન્ડ કરવામાં આવે. અહીં રાજકીય રીતે દબાણ આવે તો એકાદ નોટિસ કે ઇજાફો અટકાવી ઈમાનદારી ન દાખવાનારને સજા થાય.

યોગ્ય તપાસ થાય તો શું થાય ?
તપાસમાં રાજકારણ ન આવે તો નિયમ મુજબ જેલની સજા અને કાયમી માટે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આ ત્રણ વિદ્યાર્થીને ગેરલાયક ઠેરવી શકે. યુનિવર્સીટીના કર્મચારીને પણ જેલની સજા થઈ શકે છે.

ખાનગી રિપોર્ટ જાહેર કેવી રીતે થયો ?
આ તાપસ ૨૦૧૮ની અરજી અંગે શરૂ થઈ.ગત રોજ તારીખ ચોવીસ માર્ચના દિવસે વાઇસ ચાન્સેલરને આ અહેવાલ સુપ્રત કરાયો છે. આ અંગે બેઠકનું આયોજન હતું. પત્રકારોના પ્રશ્નના જવાબમાં હરેશ ચૌધરીએ એવું નિવેદન કર્યું કે આ બાબત ખાનગી હોઈ હું આ અંગે નિવેદન કરી ન શકું. તો એ ત્રણ વિદ્યાર્થી, એમનું સુધારેલ
પરિણામ અને અને આજે અહેવાલ અપાયો તો આ બધી વિગતો હરેશ ચૌધરી આપી શક્યા તો બીજી વિગતો આપવામાં કેમ પાછા પડે છે.આ અંગે કશું સ્પષ્ટ સમજી શકાતું નથી. મીડિયામાં ફરતો આ રિપોર્ટ જાહેર થયો તો હવે કઈ બાબતો ઢાંકવામાં આજની બેઠક મુલતવી રહી એ બધું વધું ગૂંચવાતું હોવાનું જાણવા મળે છે.

Download Our B K News Today App



Related News