ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્રના કોવીડ હોસ્પિટલમાં ડોકટરોની મહેનત અને સેવાભાવી લોકોના દાનથી કેટલાય લોકોનું જીવનદાન આપ્યું છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 11:21:38
  • Views : 258
  • Modified Date : 2021-05-06 11:21:38

     તાજેતરમાં સરકાર તરફથી ભીલડી સરકારી હોસ્પિટલમાં ૨૦ બેડની કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવેલ પરંતુ જ્યારે સરકાર તરફથી ૧૦ ઓક્સિજનની બોટલ મળી હતી ત્યારે ભીલડીના સામાન્ય નાગરિકોએ ત્રણ ઓકસીજન ફલો મીટર આપી એક સરસ અનુકરણીય સિલસિલો ચાલુ કર્યો તેના પછી ગ્રામજનોએ લોકફાળો ભેગો કરી ૨૦ ઓક્સીજન બોટલનો સહયોગ કર્યો. આજે ગ્રામજનોના સારા આયોજન થકી કુલ ૩૦ ઓક્સિજનની બોટલ અને ૧૦ ઓકસીજન ફલો મીટરની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને ઓક્સિજન ભરાવવા અને લઈ જવાનો ટ્રાવેલ ખર્ચ પણ સેવાભાવી સંસ્થાઓ ઉઠાવી રહી છે.


     હાલમાં ૨૪ કલાક ડો.વિજય ખત્રી, ડો.જયેશ શાહ, ડો.ઉમંગ યાગી, તેમજ તમામ નર્સિંગ સ્ટાફ  ખડે પગે સેવા આપે છે  જેના પરિણામે ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ જેમાં ૫૪ કોરોનાના દર્દીઓ દાખલ થયા હતા તેમાંથી ૨૭ દર્દીઓ કોરોનાને હરાવી સાજા થઇ પોતાના ઘેર ગયા છે ત્યારે ૨૦ દર્દીઓની હાલ સારવાર હેઠળ છે. જ્યારે ૪ દર્દીઓને વધુ સારવાર માટે રિફર કરવામાં આવેલ છે. જેમાં ૩ દર્દીઓ કોરોનામાં મુત્યુ થયેલ છે. ગ્રામજનોએ ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર રહેતા ડોક્ટરો, સ્ટાફ , દર્દીઓ અને તેમના સગાઓ માટે જમવાની ફ્રી વ્યવસ્થા કરી છે.

Download Our B K News Today App



Related News