યાત્રાધામ ઢીમા ભોરોલ સાયફન બાંધી રોડ પર આર.સી.સી.કામ અધૂરું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 12:01:03
  • Views : 357
  • Modified Date : 2020-08-13 12:01:03

વાવ તાલુકામાં નર્મદાની કેનાલોમાંથી સિંચાઈ માટે પાણી મળતું નહિ હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવીન સાયફન બાંધવાની કામગીરીઓ ચાર માસથી ચાલી રહી છે. હલકી કક્ષાની કામગીરીઓ કરતાં કોન્ટ્રાક્ટરો સામે અધિકારીઓ પણ ચૂપ હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે ઢીમા રામઆશરા નજીક નવીન સાયફનની કામગીરીઓ પૂર્ણ થઈ હોવા છતાં પણ રોડ પર આર.સી.સી. કામ નહીં હોવાને કારણે ચોમાસાની સિઝન હોવાથી માટીમાં વાહનો ફસાઈ જાય છે તો વળી નાની ગાડીઓમાં પણ વ્યાપક નુકશાન થાય છે. ત્યારે સત્વરે અધૂરી કામગીરીઓ પૂર્ણ કરવામાં આવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ રોડ કેનાલોને કારણે આડેધડ ખોડી નાખવામાં આવે છે.  તેના પર પૂરતું સમારકામ કરવામાં કોન્ટ્રાકટરો દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. ત્યારે સત્વરે રોડ પર પૂરતા પ્રમાણમાં પુરાણ કરીને આર.સી.સી.કરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ કરી હતી.
આ અંગે એક વાહનચાલકે જણાવ્યું હતું કે રોડ પર ખાડો હોવાથી વાહનો ફસાઈ જાય છે.  ઈમરજન્સી સેવાઓને પણ અહીંથી પસાર થવામાં ખુબ જ મોટી સમસ્યાઓ સર્જાય છે. નર્મદાના અધિકારીઓ દ્વારા સત્વરે આ કેનાલ પર બાંધવામાં આવેલ સાયફનની ગુણવત્તા સહિત તૂટેલ રોડ
પર સી.સી.કામ કરાવે તેવી માંગ કરી હતી.

Download Our B K News Today App



Related News