સુઇગામ તાલુકાના તીડ પ્રભાવિત વિસ્તારની કૃષિ મંત્રી આર. સી. ફળદુએ મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-11 11:01:05
  • Views : 444
  • Modified Date : 2019-07-11 11:01:05

બનાસકાંઠા જિલ્લાના સુઇગામ તાલુકાના તીડ પ્રભાવિત વિસ્તારની કૃષિ, ગ્રામ વિકાસ અને વાહન વ્યવહાર મંત્રી  આર. સી. ફળદુએ મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યુ હતું. કૃષિ મંત્રીએ મોડી સાંજે ખેડૂતો અને ગામના આગેવાનો સાથે મુલાકાત કરી તીડના આક્રમણ અને તેના સામે તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંઓ અંગેની જાત માહિતી મેળવી હતી. મંત્રીએ ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે જરૂરી તમામ પગલાંઓ ભરવા સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
કૃષિ મંત્રીની મુલાકાત દરમ્યાન જિલ્લા ભાજપા મહામંત્રી ઉમેદદાન ગઢવી, જિલ્લા ખેતીવાડી અધિકારી
પી.કે.પટેલ, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News