ધાનેરામાં રાયડાની ખરીદી માટે ગુજરાતમાં સૌથી વધારે રજીસ્ટ્રેશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 12:12:57
  • Views : 432
  • Modified Date : 2019-05-15 12:12:57

ધાનેરામાં અત્યાર સુધીમાં ૯૫૦૦ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યાગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી કરવા માટે ૧ માર્ચથી રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધાનેરા તાલુકામાં ૧૨૦૦૦ કરતા વધારે રજીસ્ટ્રેશન માટે ફોર્મ આવ્યા હતા અને આજ સુધીમાં ૯૫૦૦ ફોર્મ રજીસ્ટ્રેશન કરવામાં  આવ્યા છે. જ્યારે અન્ય ફોર્મમાં અમુક ખામીઓ હોવાના કારણે રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.ખેડૂત એ જગતનો તાત છે અને તે ખેતીનો માલ વેચવા કાઢે ત્યારે તેના પોષ્ણક્ષમ ભાવો મળતા હોતા નથી. જેથી સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે બાબતે ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા નિગમ દ્વારા રાયડાની ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવા માટે ૧ માર્ચ-૨૦૧૯ થી રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે કામગીરી ૩૦ એપ્રિલ સુધી રાખેલ હતી પરંતુ કામ પુરુ ન થતાં ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા નિગમના એમ.ડી.એ આ ખરીદીના રજીસ્ટ્રેશનની તારીખ લંબાવીને ૨૦ મે કરવામાં આવી છે. જેથી સમગ્ર ગુજરાતમાં જો સૌથી વધારે રાયડાનું ઉત્પાદન હોય તો તે ધાનેરા તાલુકામાં છે અને જેના કારણે ધાનેરા તાલુકામાં ૧૨૦૦૦ કરતા પણ વધારે ફોર્મ આવ્યા હતા અને આજદીન સુધીમાં ૯૫૦૦ નું રજીસ્ટ્રેશન પણ કરી દેવામાં આવ્યુ છે. જ્યારે બાકીના ફોર્મમાં ડબલ કે કોઇ ક્ષતી હોવાના કારણે રદ કરવામાં આવ્યા છે અને જેના ફોર્મ રદ કરવામાં આવ્યા છે તેમના ફોન ઉપર સંપર્ક કરીને તેમને ૨૦ મે પહેલાં સુધારા કરાવવા માટે પણ જાણ કરવામાં આવનાર છે.


Download Our B K News Today App



Related News