ડીસાના સાંઈબાબા મંદિરમાં ચોકીદારની હત્યા બાદ આરોપી ન જડપાતા રાવણા રાજપૂત સમાજ દ્વારા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 11:55:47
  • Views : 1226
  • Modified Date : 2021-10-22 11:55:47

 

ડીસાના સાંઈબાબા મંદિરમાં થોડા દિવસ અગાઉ રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાં ચોકીદાર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ બજાવતા કટીભાઈ વજીરની હત્યા કરવામાં આવી હતી.જે બાદ સમગ્ર ઘટનાને લઈ ડીસા શહેરના લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક ધોરણે હત્યારો ઝડપાયો તે માટે લોક માંગ ઉઠવા પામી હતી. સમગ્ર હત્યા મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી પોલીસના હાથે હત્યારો ઝડપાતા વિવિધ સંગઠનો દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે રાવણા રાજપૂત સમાજ તરફથી ડીસા ડીવાયએસપી કુસલ ઓઝા ને આવેદનપત્ર અપાયું અપાયું હતું. અને સાઈબાબા મંદિર માં ચોકીદાર ની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્ર આપતી વખતે તેમના પરિવારજનો સમાજના આગેવાનો દિયોદર થી અમ્રતભાઈ  ભાટી, ડુંગરજી વેલજીભાઈ જેવા નામી અનામી લોકો હાજર રહી અને ડીવાયએસપી સાહેબને રજૂઆત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News