સુરેન્દ્રનગર ખાતે રાવળદેવ સમાજનું વિશાળ સંમેલન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-22 11:39:09
  • Views : 431
  • Modified Date : 2019-04-22 11:39:09

સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં આવતા  રાવળદેવ સમાજનું વિશાળ સંમેલન  સુરેન્દ્રનગર ખાતે યોજાયું હતું.  રાવળદેવ સમાજના સંમેલનમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, ચન્દ્રશેખરભાઇ દવે સહીતના ભાજપના નેતાઓ અને સંત ધર્મદાસજી બાપુ, અમૃતદાસજી બાપુ, સહિતના જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત વિરમગામ 

પંથકના રાવળદેવ સમાજના ભાઇ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડા.મહેન્દ્ર મુંજપુરાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે હાકલ કરી હતી. રાવળદેવ સમાજના  આયોજિત સંમેલનમાં ભારતીય જનતા 

પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં વિજયી બનાવવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News