કોઈટા પગાર કે. શાળા દ્વારા રાત્રિ સભાનું આયોજન કરાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 11:25:08
  • Views : 492
  • Modified Date : 2019-06-07 11:25:08

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની કોઈટા ગામ ખાતે આવેલી કોઈટા પગાર કેન્દ્ર શાળા તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ગામની કોઈટા પગાર કેન્દ્ર શાળામાં વધુને વધુ બાળકો સરકારી પ્રા. શાળામાં પ્રવેશ મેળવે તે માટે રામદેવપીર મંદિરના પ્રાંગણમાં ગામલોકોની હાજરીમાં રાત્રિ સભા કરવામાં આવી હતી.જે સભામાં કોઈટા શાળાના શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થી તેમજ તેના વાલીને પોતાના બાળકને કયું શિક્ષણ આપવું ? આગળ અભ્યાસ માટે શું કરવું ?  જે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આમ આ રાત્રિ સભાનો મુખ્ય ઉદેશ્ય બાળકો તથા તેના વાલીને શિક્ષણને લગતી સરકારી યોજનાથી વાકેફ કરવાનો છે. જેમાં પ્રા. શાળાનું શિક્ષણ સ્કોલરશિપ, પાલક પિતા તરફથી મળતી સહાય, વગેરે અનેક સહાયો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આમ આ પ્રસંગે શાળા શિક્ષક પટેલ રિતિકભાઈએ શાળામાંથી ધો.૧૦, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહમાં પ્રથમ, દ્વિતિય તેમજ તૃતીય નંબરે પાસ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કર્યુ હતું. આ સિવાય સભામાં ખેડૂતલક્ષી તેમજ આરોગ્યલક્ષી યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બેંક, વિમા સહિતની યોજનાઓ અંગે શિક્ષકો દ્વારા યોગ્ય માહિતી આપવામાં આવી હતી. આમ આ સભામાં ચિરાગભાઈ (સી.આર.સી.વડુ) ાp, રણજીતજી (સરપંચ), મહેશભાઈ ચાવડા (આચાર્ય, શાળા), કોઈટા પ્રા.શાળા આચાર્ય, લુણપુરા પ્રા.શાળા આચાર્ય, લીલાપુરા પ્રા.શાળા આચાર્ય, તેમજ વિદ્યાર્થીઓ-વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.



Download Our B K News Today App



Related News