આજ રોજ લોક-કલ્યાણ સેવા ગ્રૂપ સંસ્થાની ટીમ દ્વારા જામનગરના આલિયા બાડા વિસ્તારમાં પૂર-ગ્રસ્ત લોકોને રાશન કીટ,કપડાં અને શાકભાજી આપવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-23 12:11:30
  • Views : 160
  • Modified Date : 2021-09-23 12:11:30

    કહેવાય છે ને કે  પ્રભુ ધારે ને તો પળવારમાં ખુશાલી ભરી દેશે, પરંતુ, જો નારાજ થાય તો ચારે બાજું વેરણ છેરણ કરી નાખે છે, બસ કંઈક એવું થયું છે, જામનગરના આજુબાજુના વિસ્તારમાં, એમાં પણ આલિયા બાડાના વિસ્તારમાં  તો જાણે કુદરતનો પ્રકોપ જાણે  ચારે બાજુંથી ફેલાયો હોય એવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી, પ્રાપ્ત થતી માહિતી જામનગરના આલિયાબાડ ગામે પૂર આવવાને કારણે ત્યાંના લોકોનું જન જીવન પર ભારેથી અતિ ભારે અસર થઈ હતી જેમાં, આખે આખા ગામમાં પૂરનો પ્રકોપ એટલા અંશે ગંભીર હતો કે લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, સાથે લોકોની ઘરની ઘર વખરી તેમજ અન્ય ચીજ વસ્તુઓ અને કિંમતી સામાન સંપૂર્ણ રીતે પલળી ગયો હતો, સાથે લોકોનું જીવવું બિલકુલ મુશ્કેલ બની ગયું હતું, ત્યારે ત્યાંના સ્થાનિક લોકોની રજુઆતના પગલે લોક-કલ્યાણ સેવા ગ્રૂપ ડીસા દ્વારા  પ્રમુખ પ્રવીણભાઈ રતિલાલ બારોટ અને સંસ્થાના હોદેદારોએ યુદ્ધના ધોરણે જામનગરના આલિયા બાડની મુલાકાત લેવામાં આવી હતી.અને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમાં કરિયાણુ, પીવાનું શુધ્ધ પાણી, કપડાં તેમજ આર્થિક મદદની માંગણી તેમજ અન્ય અગવડતાને ધ્યાને લેતાં સંસ્થા દ્વારા પ્રવીણભાઈ રતિલાલ બારોટની ભારે જહેમત તેમજ બનાસકાંઠાના મહિલા પ્રતિનિધિ એવા સુરેખાબેન બારોટ અને રાકેશભાઈ બારોટ તેમજ શ્રીમતી લીલાબેન કેશવલાલ બારોટ (પાલનપુર)ના સહકારથી ત્યાંના જેટલા પણ રહીશ હતા તેમને કરિયાણાની રાશન કીટ તેમજ શાકભાજી અને કપડાંનું વિતરણ કરાયુ હતું.

Download Our B K News Today App



Related News