ગત વર્ષે કોરોનાના કારણે મોકૂફ રહેલી રથયાત્રા આ વર્ષે પાલનપુરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-06 12:16:45
  • Views : 250
  • Modified Date : 2021-07-06 12:16:45

     પાલનપુરમાં ગત વર્ષે કોરોનાના કારણે રથયાત્રા મોકૂફ રખાયા બાદ વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકાળવામાં આવશે. જ્યાં કોવિડના નિયમો સાથે પરંપરાગત રૂટો ઉપર પરિભ્રમણ કરાવવામાં આવશે તેમ મંદિરના મહંતએ જણાવ્યું હતુ.

    પાલનપુરમાં ગત વર્ષે કોરોનાના કારણે અષાઢી બીજે કોરોના હોવાથી રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, વખતે સંક્રમણ ઘટતાં કોવિડના નિયમોના પાલન સાથે રથયાત્રા નિકાળવામાં આવનાર છે. અંગે રામજીમંદિરના મહંત રાધવદાસજી મહારાજે જણાવ્યું હતુ કે, અષાઢીબીજના દિવસે મંદિરથી સવારે 9.00 કલાકે પુજા વિધી બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે..જેને મોટી બજાર, નાની બજાર, છુવારા ફળી, ત્રણબત્તિ, જામા મસ્જીદ, ખોડા લીમડા, હનુમાનશેરી, ગઠામણ દરવાજા, સુરેશ મહેતા ચોક, ગલબાભાઇની પ્રતિમા, અયોધ્યાનગર, ગોબરીરોડ, સુરેશ મહેતા ચોક, અંબિકાનગર, લક્ષ્મીપુરા, કૈલાસનગર, બેચરપુરા, નવી વસાહત, એરોમા સર્કલ, હનુમાન ટેકરી, સુખબાગરોડ, કોઝી, ગુરૂનાનક ચોક, કિર્તિસ્તંભ, રેલવે સ્ટેશન, સિમલાગેટ, દિલ્હીગેટ થઇ રામજીમંદિર પરત ફરશે જેમાં સંપુર્ણ પણે કોવીડના નિયમોનુ પાલન કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News