બનાસકાંઠામાં હીરાના માત્ર ૩૦ ટકા કારખાના કાર્યરત પાલનપુર-ડીસા-ગઢમાં પાંચ હજાર રત્ન કલાકારો બેકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-01 11:01:34
  • Views : 533
  • Modified Date : 2020-11-01 11:01:34

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પાલનપુરના હીરાના વેપારીઓ દેશ-વિદેશમાં મોટા પાયે વેપાર કરે છે. પરંતુ કોવિડ -૧૯ ના મહામારીને લઈને હાલ આ ઉદ્યોગ ઠપ જેવી સ્થિતિમાં   આવી ગયો છે તેમાંય
ગુજરાતમાં હીરાના વ્યવસાય સાથે જાેડાયેલા રત્ન કલાકારોની પરિસ્થિતિ હાલ કફોડી છે. હીરાનો પુરતો કાચો માલ આવતો ન હોવાથી મર્યાદિત
સંખ્યામાં હીરાના કારખાના ચાલી રહ્યા છે. તેમાં કેટલાક બંધ જેવી સ્થિતિમાં છે.
દેશમાં કોવિડ - ૧૯ ની મહામારીને લોકડાઉન થવાથી મુંબઈ-સુરત-નવસારી જેવા મોટા સેન્ટરોમાં રત્ન કલાકારો જે હીરાને પોલીશ્ડ કરવાની કામગીરી કરી રહ્યા હતા. તેઓ છ મહિનાથી પોતાના વતનમાં જતા રહ્યા છે. આમાંના મોટાભાગ લોકોને વતનમાં ખેતીની જમીન હોવાથી તેમાં જાેતરાઈ ગયા છે. તો કેટલાક લુહારી કામ, કડીયા કામ,
સુથારી કામ જેવા પરંપરાગત ધંધામાં ગોઠવાઈ ગયા છે. જેમની પાસે કોઈ અન્ય સ્કીલ નથી તેવા છુટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પાલનપુર, ડીસા, ગઢ જેવા વિસ્તારમાં હાલમાંં જે પણ હીરાના કારખાના કે ફેક્ટરીઓ ચાલે છે તે મોટી સાઈટ હોલ્ડર કંપનીઓની ફેક્ટરીઓ છે. પરંતુ નાના કારખાનાદારો તે ત્યાં હીરાનો કાચો માલ પુરતો ના આવવાથી અને રત્ન કલાકારોને પુરતું કામ ન મળવાથી તેઓ પણ કામ અર્થે આવતા નથી. જેને લઈને માત્ર ૩૦ થી ૪૦ ટકા હીરાના કારખાના કાર્યરત છે. મુંબઈના જયંતીભાઈ શાહે એક વેપારી સાથે કરેલી વાતચીતમાં કારખાના માલિકે જણાવ્યું હતું કે, અમે દીવાળી સુધી હીરાનું કારખાનું ચાલુ કરી શકીએ તેવી સ્થિતિમાં નથી. વળી કોવીડની ગાઈડલાઈન મુજબ એક હીરાની ઘંટી પર માત્ર બેજ કારીગર બેસાડવાના હોવાથી પુરતું ઉત્પાદન થઈ શકે નહીં. પરિણામે વીજળી બીલ,
મેન્ટેનન્સનો ખર્ચ પરવડી શકે તેમ નથી. આમ કોરોનાના કારણે હજારો રત્ન કલાકારો બેકારી ભોગવી રહ્યા છે. અને વતનમાં જઈને વૈકલ્પિક વ્યવસાય કરીને પરિવારના
ગુજરાન પુરતું રળી રહ્યા છે.

Download Our B K News Today App



Related News