રતન ટાટાની લવ સ્ટોરી… પ્રેમમાં પડ્યા પણ પ્રેમિકાને પામી ન શક્યા!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-28 08:02:02
  • Views : 97
  • Modified Date : 2023-12-28 08:02:02

રતન ટાટા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના ઉદ્યોગપતિઓ માટે એક પ્રેરણા સ્ત્રોતથી ઓછા નથી. લોકો રતન ટાટાની ઉદારતાથી પ્રભાવિત છે જેમણે આઝાદી પહેલા શરૂ થયેલા ટાટા ગ્રુપને આકાશને આંબે તેવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું હતું.આજે 28 ડિસેમ્બર 2022ના રોજ દેશના આ દિગ્ગજ ઉદ્યોગપતિનો જન્મ દિવસ છે. ઈન્ડસ્ટ્રીમાં એક અલગ અને મોટી ઓળખ બનાવનાર રતન ટાટાને જીવનમાં એક અફસોસ પણ સતાવે છે. ચાલો જાણીએ તેના વિશે…દેશના સફળ કારોબારી રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ મુંબઈમાં થયો હતો. રતન ટાટાના પિતા નવલ ટાટા અને માતાનું નામ સૂની ટાટા હતા. 1959માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી કારકિર્દી અંગે તેમના પારિવારિક વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ પદસીધું મેળવ્યું ન હતું પરંતુ તેમણે તેમની કંપનીના એક યુનિટમાં કર્મચારી તરીકે કામ કરતી વખતે જટિલતાઓ વિશે જાણકારી મેળવી હતી.રતન ટાટાએ 1991માં સમગ્ર જૂથની કમાન પોતાના હાથમાં લીધી હતી.રતન ટાટા પાસે વોઈભવની કોઈ કમી નથી પરંતુ તેમની ઉંમરના આ તબક્કે તેમને એક પીડા સતાવે છે જેનો ઉલ્લેખ તેમણે થોડા સમય અગાઉ તેમના મેનેજર શાંતનુના સ્ટાર્ટઅપ ગુડફેલોઝની શરૂઆત દરમિયાન કર્યો હતો. રતન ટાટાએ આ અવસરે કહ્યું હતું કે ‘તને ખબર નથી કે એકલા રહેવું શું છે? જ્યાં સુધી તમને એકલા સમય પસાર કરવાની ફરજ પાડવામાં ન આવે ત્યાં સુધી તે સમજાતું નથી. સાડા આંઠ દાયકાની સફર સર કરનાર રતન ટાટાએ કહ્યું હતું કે જ્યાં સુધી તમે ખરેખર વૃદ્ધ ન થાઓ ત્યાં સુધી કોઈને પણ વૃદ્ધ થવાનું મન થતું નથી.રતન ટાટાનું વ્યક્તિત્વ એવું છે કે લોકો તેમને લોકો આદર્શ માને છે. લગ્ન ન થયા હોવા છતાં તેમની પ્રેમકથા પણ હતી પરંતુ તે સફળ રહી ન હતી. રતન ટાટાને લોસ એન્જલસમાં એક કંપનીમાં કામ કરતી વખતે પ્રેમ થઈ ગયો હતો તેઓ તે યુવતી સાથે લગ્ન કરવાના હતા. આ દરમિયાન એક પારિવારિક સમસ્યાના કારણે અચાનક તેમને ભારત પરત ફરવું પડ્યું કારણ કે તેની દાદીની તબિયત સારી ન હતી. રતન ટાટાને લાગ્યું કે તેઓ જેને પ્રેમ કરતા હતા તે મહિલા પણ તેમની સાથે ભારત આવશે. રતન ટાટાના કહેવા પ્રમાણે, ‘1962ના ભારત-ચીન યુદ્ધને કારણે તેના માતા-પિતા છોકરીના ભારત આવવાના પક્ષમાં નહોતા અને તેથી તેમનો સંબંધ તૂટી ગયો હતો.’

Download Our B K News Today App



Related News