PM મોદીએ ફોન કરી કહ્યું-રત્નાબાપા તમને બહુ જ યાદ કરીએ છીએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-20 14:40:53
  • Views : 862
  • Modified Date : 2020-04-20 14:43:53

તો બાપાએ કહ્યું યાદ તો કરીએ ને. આજે આવેલી મહામારી સામે તમે લડી રહ્યા છો અને દેશની સેવા કરો છો. ત્યારે મોદીએ કહ્યું હતું કે, બાપા અમે તમને બહુ જ યાદ કરીએ છીએ. 

નરેન્દ્ર મોદી અને રત્ના બાપા સાથે થયેલી વાતચીતના અંશોતમને જાણીને આશ્વર્ય થશે કે 99 વર્ષના આ દાદા 1975થી 1980ના સમયગાળા દરમિયાન મેંદરડા અને  માળિયાહાટીનાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા રત્નાબાપાએ ધારાસભ્ય તરીકે પોતાનો પગાર પણ નથી લીધો અને પેન્શન પણ નથી લીધું. ધારાસભ્ય હતા ત્યારે પણ સરકારી બસમાં જ સામાન્ય મુસાફર તરીકે મુસાફરી કરી છે.

વડાપ્રધાન: હા બાપા તમારી તબીય કેમ છે
રત્નાબાપા: મારી તબીયત તો ઠીક પણ કાને સાંભળી શકતો નથી, 100માં એક વર્ષ ઓછુ રહ્યું છે
વડાપ્રધાન: મને યાદ કરો છો
રત્નાબાપા: યાદ તો કરતો હોવ ને..દેશનું ભલું કરો છો...અમે તો નથી કંઇ કરી શકતા
વડાપ્રધાન: પણ રત્નાબાપા અમે તો તમને બહું જ યાદ કરીએ છીએ.
રત્નાબાપા: તમે બધા લોકોને સમજાવો નહીંતર તેની પર તૂટી પડો. 
વડાપ્રધાન: બાપા જૂનું કંઇ યાદ કરો છો, હું ઘરે આવતો તે યાદ આવે છે. 
રત્નાબાપા: તમે બોલો એ હું સાંભળી શકતો નથી, ધનજી સાથે વાત કરો
વડાપ્રધાન: ધનજીભાઇ બાપાને પૂછો હું આવતો તે યાદ આવે છે.
ધનજીભાઇ: તમે અને શંકરસિંહ બાપુ આવ્યા હતા ને બીલખા તે યાદ કરે ઘણીવાર, આપણે ત્રણ કલાક બેઠા હતા સાથે.
વડાપ્રધાન: (હસવા લાગે છે) હા
ધનજીભાઇ: અત્યારે તો એ જ કહેતા હોય છે કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બધે સારૂ કરે છે, 17 તારીખે મને કે હાલ ચેક દેવા જાવું છે
વડાપ્રધાન: હા મેં જોયું એટલે જ ફોન કર્યો, તબીયત કેમ રહે છે.
ધનજીભાઇ: કલેક્ટર કચેરીએ ગયો તો લીફ્ટ પણ બંધ હતી છતાં દાદરો ચડી ઉપર ગયા, કલેક્ટર કચેરીના પટ્ટાવાળા કે હાલો બાપા તમને લેવા લાગું તો કે ના ના
વડાપ્રધાન: બસ બાપાને મારા પ્રણામ કહી દેજો ભઇલા, ખાસ યાદ આવ્યા એટલે ફોન કર્યો.

ધનજીભાઇઃ વચ્ચે રાજુભાઇ ધ્રુવ અને રૂપાલા સાહેબ આવ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે, ચાલો એક દિવસ દિલ્હી લઇ જાવા છે, બાપા કે આમાં હાલી શકીએ નહીં
વડાપ્રધાન: ધનજીભાઇ છોકરાવ શું કરે છે
ધનજીભાઇ: છોકરા બધા અલગ અલગ ફિલ્ડમાં છે એક જર્મની છે. 
વડાપ્રધાન: ચાલો પ્રણામ કહેજો બાપાને ફરી મારા. 

રત્નાબાપા દર સોમવારે એક ટંક જ જમે છેમાળિયાહાટીના-મેંદરડાના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુંમરે 17 એપ્રિલના રોજ કલેક્ટર કચેરીએ પોતાના મરણમૂડીના 51 હજાર કોરોના સામેની લડાઇમાં દાનમાં આપ્યા હતા. રત્નાબાપાએ અધિક કલેક્ટરને પોતાનો દાનનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અપર્ણ કર્યો હતો. રત્નાબાપાના દાનની વાત છેક દિલ્હી સુધી પહોંચી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહી ન શક્યા અને આજે જૂનાગઢ રહેતા રત્નાબાપાન દીકરાને ફોન કરી વાત કરી હતી. મોદીએ બાપાને કહ્યું કે અમને યાદ કરો છો? 

  51000નો ચેક જૂનાગઢના એડિશનલ કલેક્ટરને અર્પણ કર્યો ત્યારે રત્નાબાપાએ કહ્યું, ‘સાહેબ, હું વૃદ્ધ છું એટલે આવેલા સંકટ સામે લડાઈ લડવામાં મારું શરીર તો કામમાં આવે એમ નથી પણ મારી થોડી ઘણી બચત હતી તે  દેશને કામમાં આવે એટલે અર્પણ કરું છું.’ ભારતમાં જ્યારે અનાજની તંગી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ભારતના લોકોને અઠવાડિયામાં એક દિવસ એક ટંકનું ભોજન છોડવા માટે અપીલ કરી હતી. રત્નાબાપાએ ત્યારથી દર સોમવારે એક ટંક જમવાનું છોડી દીધું છે જે નિયમ 99 વર્ષની જૈફ વયે તૂટવા નથી દીધો. 

Download Our B K News Today App



Related News