ધાનેરાની બે સેવાભાવી સંસ્થાઓ હનુમાનગઢ રાજસ્થાનમાં રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-24 11:53:30
  • Views : 430
  • Modified Date : 2019-09-24 11:53:30

હ્યુમન સોશિયલ ફાઉન્ડેશન દ્વારા ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૯ ના  રાષ્ટ્રીય સ્તર પર આયોજિત એવોર્ડ  કાર્યક્રમમાં દેશભરમાંથી રક્તદાન ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના કો-ઓર્ડીનેટર અને એનબીટીસી (ભારત સરકાર) ના ડેપ્યુટી ડાયરેક્ટર ડા. સાંઈ પ્રકાશ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં ધાનેરાની સંસ્થા માનવ સેવા સંગઠન તરફથી વિપુલભાઇ ઠક્કર, હિતેશભાઈ આસનાની, ચંદ્રકાંત પુજારા તથા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટના પારસભાઈ સોનીનું સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ૧૫૦ થી વધુ સંસ્થાઓ સામેલ થઈ હતી. આ બધી સંસ્થાઓએ એક સાથે મળીને નિઃસ્વાર્થ રૂપે જરૂરિયાતમંદ દર્દીને સરળતાથી રક્ત ઉપલબ્ધ થાય અને સરકારી બ્લડ બેન્કમાં  લોહીનો પૂરતો જથ્થો રહે એવા પ્રયત્નો કરવા વિચાર વિમર્શ અને આયોજન માટે ચર્ચા કરી. ધાનેરાની સંસ્થાઓએ પણ રકતદાન ક્ષેત્રે વેઠવી પડતી મુશ્કેલીઓની રજૂઆત કરી હતી. આ સંસ્થાને મળેલ સન્માન એ ખરેખર તો ધાનેરાના રક્તદાતાઓને મળેલ સન્માન છે એવું ભાગ લેનાર સદસ્યોએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં બંને સંસ્થાના સભ્યોએ કેન્સર, થેલેસેમિયા, સિકલસેલ અનેમિયા જેવા ગંભીર રોગ માટે બાન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં જરૂરી એવા સ્ટેમ સેલ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું.

Download Our B K News Today App



Related News