સિદ્ધપુરના સનનગરથી સરસ્વતી સોસાયટી વિસ્તારમાં રોડ રસ્તાઓનું ધોવાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-21 11:37:49
  • Views : 432
  • Modified Date : 2019-08-21 11:37:49

સિદ્ધપુર ખાતે શહેરના
પશ્ચિમ વિસ્તારમાં આવેલ સનનગર થી સરસ્વતી સોસાયટી વિસ્તારમાં બીજી અનેક નાની મોટી સોસાયટીઓ આવેલી છે. અત્યારે આ વિસ્તાર શહેરના પોશ વિસ્તારમાં ગણતરી થતી હોવાથી અહીંયા ડોક્ટરો, વકીલો, નાના મોટા વેપારીઓ, શિક્ષકો, રાજનેતાઓ સહિત સામાન્ય રહીશો માટે રહેણાંક તરીકે પ્રથમ પસંદગીનો વિસ્તાર બનવા પામ્યો છે. ત્યારે આ વિસ્તારને સ્વચ્છ સુંદર બનાવવા માટે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા અનેક લોક લોભાવની યોજનાઓ જમીન ઉપર ઉતારવાનો પ્રયાસ કરતા તંત્ર દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે આ વિસ્તારમાં રોડ રસ્તાઓનું નવીનીકરણગટર ડ્રેનેજ લાઈન તેમજ વીજ લાઈટ ફિંગ અને સાબરમતી ગેસ લાઈન નાંખવાના કારણે અનેક જગ્યાએ ખાડાઓ ખોદી નંખાયા હતા. કામ પૂરું થયા બાદ આ ખાડાઓનું પૂરણ બરાબર ના કરતા શહેરમાં ગત સપ્તાહે ધીમીધારે વરસી રહેલા અવિરત વરસાદના કારણે અહીંયાના રોડ રસ્તાઓનું ધોવાણ થતા જાહેર રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી જવાથી આખા રોડ ઉપર રાહદારીઓ તેમજ વાહનચાલકોને ખુબજ તકલીફ પડી રહી છે. અત્યારે આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનચાલકો, વૃદ્ધો, મહિલાઓ તેમજ શાળાએ જતા આવતા નાના નાના બાળકો આ મોટા ખાડાઓ ભુવાઓમાં પડી જવાથી અનેક બનાવો બનવા પામેલ છે. આ મોટા ખાડાઓના કારણે વાહનચાલકોને ખુબજ હાડમારીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. જેના લીધે નાના મોટા વાહનોના ટાયર પંચર થવાના જમ્પર તૂટી જવાના પાટા અને બોડીને નુકસાન થવા પામે છે. તેમજ ચાલતી ગાડીઓ રોડ ઉપર ડિસ્કો ડાન્સિંગ કરતી હોય તેવું વાહનચાલકો મહેસુસ કરી રહ્યા છે. અત્યારે આ રોડ રસ્તો નહિ પરંતુ મોટા ખાડાઓના કારણે લોકોના જીવનું જોખમ હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. તેમ છતાંય ઉઘરાણીમાં વ્યસ્ત નગરપાલિકા તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. જેના કારણે રોડ કોન્ટ્રાક્ટરોને વચોટિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે જેના કારણે પાલિકાના ભ્રષ્ટ્ર તંત્રની કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે.

Download Our B K News Today App



Related News