ડીસા તાલુકાના મુડેઠા ગામનો રસ્તો બિસ્માર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-08 11:22:55
  • Views : 481
  • Modified Date : 2019-10-08 11:22:55

ડીસા તાલુકાના મુડેઠા ગામના સાતલીંબડા વિસ્તારમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ હોવાથી વિદ્યાર્થીઓ અને રાહદારીઓ કાદવ કીચડ વાળા રસ્તામાં પસાર થઇ શિક્ષણ મેળવવા મજબુર બન્યા છે.
મુડેઠા ગામની સીમ વિસ્તારમાં આશરે ૩ કિ.મી.ના અંતરે કાચા રસ્તે મુડેઠા ગામમાં અભ્યાસ કરવા જાય છે. વરસાદની મોસમ ચાલુ હોવાથી આ રસ્તામાં પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ
પશુપાલકો દૂધ ભરાવવા તેમજ શાળાના વિદ્યાર્થીઓ પાકા રસ્તાના અભાવે  ૩ કી.મી.ના અંતરમાં અટવાય છે. ઘણાં સમયથી માંગણીઓ હોવા છતાં અવણના થઈ રહી છે અને ગામના જાગૃત નાગરિકોએ જણાવ્યુ હતું કે સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ શાળાએ જવા કાચા રસ્તા ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે. ગામના યુવાન ચેહરસિંહ મદારજીએ  જણાવ્યુ હતું કે મુડેઠાથી સાતલીંબડા સુધીનો કાચો રસ્તો છે. જયારે જયારે ચૂંટણીઓ આવે ત્યારે ઉમેદવારો પાકો રસ્તો બનાવવાનું વચન આપીને જાય છે,  પણ હજુ સુધી કશુ થયુ નથી. અમારા બાળકોને ભણવા જવા માટે તેમજ કોઈ વ્યક્તિ બીમાર થાય , કાતો ડિલિવરી સમયે આ કાચા રસ્તામાં થઈને પસાર થવુ પડે છે. આથી આ કાચો રસ્તો
પાકો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે .

Download Our B K News Today App



Related News