ડીસા તાલુકાનો ઝેરડા-નાગફણા રસ્તો બિસ્માર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-14 11:36:59
  • Views : 487
  • Modified Date : 2019-10-14 11:36:59

ડીસા તાલુકામાં આવેલ  ઝેરડા ગામમાંથી નાગફણા  વિસ્તારમાં જવા માટેનો રસ્તો ભારે જોખમી છે. આ રસ્તા પર ઉનાળામાં લોકો માટીથી હેરાન થાય છે ત્યારે ચોમાસામાં લોકો રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાઈ જાય છે જેના કારણે વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી. દૂધ ઉત્પાદકો દૂધ મંડળીએ જઈ શકતા નથી અને ભારે નુકસાન ભોગવવું પડે છે ગુજરાતમાં અનેક વિકાસના કામો થયા છે અને ગામે ગામ રસ્તાઓના વિકાસની વાતો થઈ રહી છે પરંતુ આ વિસ્તાર રસ્તાથી વર્ષોથી વંચિત છે. ગ્રામજનો દ્વારા અવારનવાર ઉપરી અધિકારીઓને મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવેલ. પરંતુ તંત્ર દ્વારા કોઈ તાબડતોબ પગલાં લેવામાં આવ્યા નથી. જેથી લોકમાંગ ઉઠવા પામી છે કે જવાબદાર અધિકારીઓ
પોતાની જવાબદારીથી સજાગ થઈ તાત્કાલિક આ રસ્તાનું કામ ચાલુ કરાવે.

Download Our B K News Today App



Related News